Mohan Bhagwat બાદ સામે આવ્યું ઈન્દ્રેશ કુમારનું નિવેદન, કહ્યું અહંકારીઓને 241 પર રોક્યા... BJP પર સાધ્યું નિશાન?


  • Published By :
  • Published Date : 2024-06-14 18:48:09

ભારતીય જનતા પાર્ટી Vs આરએસએસ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ, પરિણામ આવ્યા બાદ આરએસએસ વડા મોહન ભાગવતનું એક નિવેદન સામે આવ્યું હતું.. તે નિવેદનમાં મોહન ભાગવત સરકારને ટકોર કરી રહ્યા હોય તેવું લાગતું.. મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા નિવેદનની ચર્ચાઓ શાંત ના થઈ હતી ત્યાં આરએસએસના બીજા એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તેમજ ઈન્ડિ ગઠબંધન પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે.. નામ લીધા વગર પ્રહાર કર્યા છે. 

ભારતીય જનતા પાર્ટી પર આડકતરી રીતે સાધ્યું નિશાન

મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા નિવેદનની ચર્ચાઓ શાંત થઈ ના હતી ત્યારે આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારનું એક નિવેદન સામે આવ્યું છે.. આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ઈન્દ્રેસ કુમારે જાહેર મંચ પરથી ભારતીય જનતા પાર્ટી પર આડકતરી રીતે નિશાન સાધ્યું છે. ભારતીય જનતા પાર્ટીને બહુમતી નથી જેની પર તેમણે નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે સત્તાધારી પાર્ટીને અહંકારી તેમજ ઈન્ડિ ગઠબંધનને રામ વિરોધી ગણાવી છે. 


નિવેદન આપતા કહ્યું કે... 

જાહેર મંચ પરથી તેમણે કહ્યું કે "પાર્ટી અહંકારી થઈ ગઈ છે, તેથી ભગવાન રામે તેમને 241 પર રોક્યા" મોહન ભાગવત પછી આરએસએસમાં બીજા નંબર નેતા ગણાતા ઈન્દ્રેશ કુમાર જયપુર નજીક કનોતામાં હતા જ્યાં  'રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહ'માં આ વાત તેમણે કરી હતી. બધા માટે આ ઈલેક્શન અને તેના મુદ્દા અને ઘણી બધી વસ્તુઓ સરપ્રાઈઝિંગ હતી એમાંથી એક આ વાત પણ કે જે બંને સંસ્થા એક સાથે હતી, એક બીજા માટે કામ કરતી એ હવે આમને સામને આવી ગઈ છે.



જેમને રામમાં વિશ્વાસ ના હતો... - ઈન્દ્રેશ કુમાર 

ઈન્દ્રેશ કુમારે કોઈનું નામ લીધું ન હતું. પરંતુ કહ્યું કે ચૂંટણી પરિણામો તેમના વલણને દર્શાવે છે. તેમનામાં અહંકાર આવી ગયો હતો. તેમનો ઇશારો ભાજપ તરફ હતો. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ પહેલા ભક્તિ કરી અને ત્યારબાદ અહંકારી બની ગઈ. ભગવાન રામે તેમને 241 પર રોકી દીધા પરંતુ તેમને સૌથી મોટો પક્ષ બનાવ્યો હતો. ભગવાનનો ન્યાય સાચો અને આનંદદાયક હોય છે. તે સિવાય તેમણે આડકતરી રીતે ઈન્ડિ ગઠબંધન પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જેમને રામમાં વિશ્વાસ નહોતો. તેઓ એકસાથે 234 સુધી મર્યાદિત હતા. રામનો વિરોધ કરનારાઓમાંથી કોઈને સત્તા આપવામાં આવી નથી. એટલું બધું મળીને નંબર ટુ બનાવી દેવામાં આવ્યું. ઈશ્વરનો ન્યાય સાચો અને આનંદદાયક છે. 




RSSના નેતાઓ ખુલીને બોલી રહ્યા છે...

પણ આરએસએસ આ કોઈ પહેલા કાર્યકર્તા કે નેતા નથી જે ચૂંટણી બાદ ખૂલીને બોલ્યા હોય અને ભાજપ પર પ્રહાર કર્યા હોય આરએસએસ ચીફ મોહન ભાગવતે નાગપુરમાં એક સભાને સંબોધી હતી. પોતાના ભાષણ દરમિયાન તેમણે મણિપુરની વાત કરી હતી બાદમાં બંગાળના એક આરએસએસ કાર્યકર્તાએ ભાજપના નેતા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા અને હવે ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ છે કે આરએસએસ ખૂલીને ભાજપ સામે મેદાને છે..  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.