મુંબઈના મીરા રોડ બાદ હવે મોહમ્મદ અલી રોડ પર BMCનું બુલડોઝર ફર્યું, 40 જેટલા બાંધકામો ધ્વસ્ત


  • Published By :
  • Published Date : 2024-01-25 16:10:56

મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. થાણે જિલ્લાના હૈડેયરી ચોકમાં 15 ગેરકાનુની નિર્માણો પર એક્શન બાદ હવે મીરા ભયંદર નગર નિગમે મુંબઈમાં પણ કાર્યવાહી શરૂ કરી છે. BMCની આ કાર્યવાહી કોઈ પણ પ્રકારની આગોતરી નોટિસ આપ્યા વિના જ મુંબઈના મોહમ્મદ અલી રોડ વિસ્તારમાં કરવામાં આવી છે. BMC એક અધિકારીએ કહ્યું જ્યાં કાર્યવાહી કરવામાં આવી છે તે સ્ટોલ હંગામી અને ગેરકાનુની બાંધકામ છે તથા અમે  તેને કોઈ નોટિસ આપી નહોંતી અને બુધવારે સીધી કાર્યવાહી કરી છે. 


શા માટે થઈ બુલડોઝર કાર્યવાહી?


નગર નિગમના અધિકારીઓએ કહ્યું કે ધ્વસ્ત કરવામાં આવેલું બાંધકામ ગેરકાનુની હતું. ફુટપાથ પર જગ્યા ખાલી કરાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. બિએમસીએ ગેરકાનુની સ્ટોલ તોડી નાખ્યા છે. આ સ્ટોલ્સના કારણે પગપાળા ચાલતા લોકોને મુશ્કેલી થતી હતી. ત્યાર બાદ અમે બુધવારે સવારે કાર્યવાહી કરી અને મોહમ્મદ અલી રોડ પર ફુટપાથ પર અવરોધ કરનારા લગભગ 40 જેટલા બાંધકામો ધ્વસ્ત કરવામાં આવ્યા છે. 


 21 જાન્યુઆરીએ થયું હતું ઘર્ષણ


રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ 21 જાન્યુઆરીના રોજ એક રેલી દરમિયાન મીરા ભયંદર વિસ્તારમાં બંને સમુદાયો વચ્ચે અથડામણ થઈ ગઈ હતી. એક સમુદાયના લોકો શોભાયાત્રા કાઢી રહ્યા હતા તે દરમિયાન  બીજા સમુદાયના લોકો સાથે ઘર્ષણ થયું અને હિંસા ભડકી હતી. બાદમાં આ વિસ્તારોમાં ગેરકાનુની બાંધકામો પર બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે