આજે સાંજે પાંચ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની પેહલી મિટિંગ મળવા જઈ રહી છે. ઓપરેશન સિંદૂર પછી આ પેહલી બેઠક છે જે સુષ્મા સ્વરાજ ભવનમાં થવા જઈ રહી છે . આ બેઠકમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી મંત્રીઓને આપવામાં આવશે . સાથેજ ખુબ મોટા નિર્ણયો પણ લેવાઈ શકે છે . ૯ જૂનના રોજ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે .
ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની પેહલી મિટિંગ મળવા જઈ રહી છે. આ કેબિનેટની મિટિંગ સુષ્મા સ્વરાજ ભવનમાં મળશે. કેબિનેટની બેઠકમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી મંત્રીઓને આપવામાં આવશે. સાથે જ ખુબ મોટા નિર્ણયો પણ લેવાઈ શકે છે . કેબિનેટની આ મિટિંગમાં મોદી સરકારની ઉપલબ્ધીઓ પર ચર્ચા કરવામાં આવશે . કેટલાક મંત્રાલય પોતાના કામકાજ માટે પ્રેઝન્ટેશન આપશે. જળ શક્તિ મંત્રાલયની સાથે બીજા અન્ય મંત્રાલયો પણ પ્રેઝન્ટેશન થકી કેબિનેટને જાણકારી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા જ મંત્રાલયોને સ્પષ્ટ સૂચના આપી છે કે , સરકારની પાછલા ૧૧ વર્ષની બધી જ ઉપ્લબ્ધીઓને જનતાની વચ્ચે લઈ જવામાં આવે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્દેશ પછી દરેક મંત્રાલયો પોતાની ઉપલબ્ધીઓ સૂચના અને પ્રસારણ મંત્રાલયને બતાવી રહ્યું છે. આ તમામ ઉપલબ્ધીઓ માટે એક બુકલેટ પણ બહાર પાડવામાં આવશે. સોશ્યિલ મીડિયા થકી પણ વિવિધ મંત્રાલયોને તેમની ઉપલબ્ધીઓ વિશે પ્રચાર કરવા માટે કહેવામાં આવ્યું છે. NDA અને UPA વચ્ચે આંકડાઓ દ્વારા તુલના કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની યોજનાઓમાં જે પણ લાભાર્થી છે તેમનો સીધો સંપર્ક કરવામાં આવશે.
કેન્દ્રમાં NDA સરકારને ૧૧ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે તમામ કેબિનેટ મંત્રીઓ અલગ અલગ જગ્યાએ રાજ્યોમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરશે , સેમિનાર્સ કરશે , જનતાની વચ્ચે જશે સાથે જ અલગ અલગ પ્રોફેશનલસની વચ્ચે જ્ઈને સરકારની ઉપલબ્ધીઓ બતાવવામાં આવશે. સાથે જ મોદી ૩.૦માં એક વર્ષની શું ઉપલબ્ધીઓ છે જેમ કે , ઓપરેશન સિંદૂર , પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા . તેના વિશે સંપૂર્ણ જાણકારી લોકોને આપવામાં આવશે. કેબિનેટની આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડશે.