ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .
ઓપરેશન સિંદૂર જેણે પાકિસ્તાની સેનાના જનરલ અસીમ મુનીરને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે , ભારતનું કોઈ પણ રાજ્ય હોય ત્યાં આતંક રૂપી અંધારું ફેલાવવાની તમારી નેમ ક્યારેય પુરી નઈ થાય . ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં સ્થિત ૯ સ્થળો કે જે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તયબાના ઠેકાણાઓ હતા તેની પર હુમલો કર્યો છે. વાત કરીએ વિશ્વના નેતાઓની. સૌપ્રથમ વાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો , તેમણે વ્હાઇટહાઉસમાં પત્રકારોને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે , " જેવો જ હું ઓવલ ઓફિસમાં પ્રવેશ્યો ત્યારે અમે સાંભળ્યું આના વિશે સાંભળ્યું છે . મારુ અનુમાન છે કે લોકોને ખ્યાલ હતો કે કૈંક થવાનું છે ." આ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્રકાર દ્વારા એવો પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો કે , તમે આ બે દેશોને કઈંક કેહવા માંગશો તો , ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપતા કહ્યું કે , "ના , મને આશા છે કે આનો ઝડપથી અંત આવશે ." આપને જણાવી દયિકે , ઓપરેશન સિંદૂર જેવું જ લોન્ચ કરવામાં આવ્યું ત્યારે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીઓએ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ સાથે વાત કરી હતી.
વાત યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ ઓન્ટોનીઓ ગુટેરાસની , તેમણે આ ઓપરેશન સિંદૂરને લઇને ચિંતા વ્યક્ત કરી છે . સાથે જ બેઉ દેશોને મેક્સિમમ મિલિટરી રિસ્ટ્રેન્ટ રાખવાની વાત કહી છે કેમ કે બેઉ દેશો જોડે પરમાણુ હથિયારો છે . ગલ્ફ દેશો કે જેઓ એક સમયે પાકિસ્તાનને ખુબ પૈસા આપતા હતા તેમાંથી UAEની પ્રતિક્રિયા આવી છે . હવે UAE એટલેકે , યુનાઇટેડ આરબ એમિરાતના વિદેશમંત્રી અબ્દુલ્લાહ બિન ઝાયેદ અલ નાહ્યાનની પ્રતિક્રિયા આવી છે જેમાં તેમણે બેઉ દેશો ભારત અને પાકિસ્તાનને તણાવ ઓછો કરવા , રિસ્ટ્રેન્ટ રાખવા સાથે વધારાનું એસ્કેલેશન ના કરવાની સલાહ આપી છે. ઇઝરાયેલના જે એમ્બેસેડર કે જેઓ ભારતમાં છે તેમનું નામ છે રુવેંન અઝર . તેમણે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે , " ઇઝરાયેલ ભારતના રાઈટ ટુ સેલ્ફ ડિફેન્સને સંપૂર્ણ મદદ કરે છે. આતંકવાદીઓને ખબર હોવી જોઈએ કે તેઓ આ જઘન્ય અપરાધ કરીને છુપાઈ ના શકે . " આ બાજુ બીજા સમાચાર એ સામે આવ્યા છે કે પીએમ મોદીનો યુરોપ પ્રવાસ જેમાં તેઓ મેની ૧૩મી તારીખથી ૧૭ તારીખ સુધી ક્રોએશિયા , નોર્વે અને નેધરલેન્ડ જવાના હતા તે કેન્સલ થયો છે.