પરશોત્તમ રૂપાલાના નકલી PA બાદ હવે મંત્રી પરષોત્તમ સોલંકીનો નકલી મદદનીશ જૂનાગઢમાંથી ઝડપાયો


  • Published By :
  • Published Date : 2023-12-06 22:17:30

ગુજરાતમાં આજકાલ નકલી વસ્તુઓનું જબરદસ્ત ચલણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં નકલી પોલીસ, સરકારી કચેરી, નકલી ટોલનાકા, નકલી પોલીસ અધિકારીઓ એમ નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો હોય તેમ પશુપાલન મંત્રી પરશોત્તમ સોલંકીનો નકલી PA ઝડપાયો છે. મંત્રી પરશોત્તમ સોલંકીનો અંગત મદદનીશ હોવાનું કહીને જૂનાગઢમાં રોફ મારતો હતો ત્યારે જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જૂનાગઢમાં એમ.એલ.એ ગુજરાતના બોર્ડ સાથે રોફ જમાવતા એક શખ્સની જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેમના ખિસ્સામાંથી મંત્રીના પી.એ હોવાના બે વીઝીટીંગ કાર્ડ મળી આવ્યા છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાન પરશોત્ત્તમ રૂપાલાના ડમી PA ઝડપાયો હતો.


કઈ રીતે ઝડપાયો?


જૂનાગઢમાં રાતે સાબલપુર ચોકડી પાસેથી એક શખ્સ એમ.એલ.એ. ગુજરાત લખેલી કાર લઈને પોતાને પૂર્વ પશુપાલન મંત્રીનો અંગત મદદનીશ હોવાનો રોફ જમાવી નીકળ્યો હતો, જેને પોલીસે વાહન ચેકિંગ દરમિયાન નકલી ધારાસભ્યને ઝડપી લઈને ગુન્હો દાખલ કર્યો છે. જૂનાગઢ તાલુકા પીએસઆઈ એસ.એ.ગઢવી સહિતનો સ્ટાફ રાતે 10 વાગ્યાના અરસામાં સાબલપુર ચોકડી ઉપર વાહન ચકીંગમાં હતા, તે સમયે વડાલ રાજકોટ તરફથી આવી રહેલ આઈ ટેન કાર નંબર જીજે.11. એસ.6631 ને અટકાવી હતી, જે કારના ડેસ્ક ઉપર લાલ અક્ષરમાં બોર્ડ માર્યું હતું, જેમાં એમ.એલ.એ.ગુજરાત અને કમળનું નિશાન દોયું હતું, જેથી પોલીસે કારના ચાલક રાજેશ જયંતિ જાદવ મૂડ મેંદરડાના સીમાસી ગામનો અને જૂનાગઢના વાડલા ફાટક પાસે રહે છે. પોલીસે રાજેશને પૂછ્યું કે તેઓ ધારાસભ્ય છે. ત્યારે રાજેશે જણાવ્યું કે, તે ધારાસભ્ય નથી, પરંતુ પૂર્વ પશુપાલન મંત્રી પરશોત્તમ સોલંકીનો અંગત મદદનીશ હોવાનું કહીને રોફ જમાવ્યો હતો. જેથી પોલીસે કારની તલાસી લેતા તેમાંથી એમ.એલ.એ.ગુજરાત લખેલું બોર્ડ અને પશુપાલન મંત્રી ગુજરાત રાજ્ય પરશોતમ સોલંકીના અંગત મદદનીશ તેવું લખાણ વાળા વિઝીટીંગ કાર્ડ મળી આવ્યા હતા. જેથી પોલીસે રાજેશ સામે પોતે ધારાસભ્ય ન હોવા છતાં ધારાસભ્યનું બેનર મારીને ફરતો હોયે તેની સામે આઈપીસી કલમ 170 અન્વયે કાર્યવાહી કરીને ગુન્હો દાખલ કર્યો અને કાર અને મોબાઇલ કબજે કરીને કાર્યવાહી કરી હતી.


સમૂહલગ્નના નામે છેતરપિંડી આચરી હતી


પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજેશ જાદવ નામના આ શખ્સે વન વિભાગમાં પણ પોતે પશુપાલન મંત્રીના અંગત મદદની હોવાની ઓળખ આપી હતી. વન વિભાગના અધિકારી દ્વારા પણ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી આરોપીએ પરિક્રમા દરમિયાન રાજ્યકક્ષાના અંગત મદદનીશ તરીકેનું વીઝીટીંગ કાર્ડ રજૂ કર્યું હતું અને આ બાબતે મૌખિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે આરોપી રાજેશ જાદવ વીઝીટીંગ કાર્ડનો દુરુપયોગ કર્યો છે આ મામલે પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને અગાઉ પણ રાજેશ જાદવ નામના આ વ્યક્તિએ પોતાની કાર ઉપર એમએલએ ગુજરાત લખેલું બોર્ડ અને રાજ્યકક્ષાના મંત્રીના પી.એ ના વીઝીટીંગ કાર્ડનો કોઈ અન્ય જગ્યાએ દૂરઉપયોગ કર્યો છે કે કેમ તે અંગેની પણ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી ભૂતકાળમાં ધોરાજી અને ગોંડલમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરી હોવાની પણ વિગતો સામે આવી રહી છે.


તાજેતરમાં પરશોત્ત્તમ રૂપાલાનો નકલી PA ઝડપાયો હતો


અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર મનોરોગી આશ્રમ આવેલો છે. જ્યાં નિરાધાર અને રખડતા ભટકતા મનોરોગીઓ કે જેને પોલીસ મૂકવા આવે છે. તેમને વિનામૂલ્ય દાખલ કરવામાં આવે છે. આશ્રમના ભક્તિ બાપુ અને વિશાળ સેવક સમુદાયો અને ટ્રસ્ટીઓ દ્વારા આ સેવામાં સહયોગ આપવામાં આવી રહ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં 116 પાગલ મહિલાઓ સાંજી થઈ પુનઃ સમાજમાં પ્રસ્થાપિત થઈ છે. આ આશ્રમના એક ટ્રસ્ટી કે જે પ્રસિદ્ધ લોકસાહિત્યકાર છે એવા મનસુખભાઈ વસોયાને એક અજાણ્યા નંબરમાંથી કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાનો PA બોલું છું તેમ કહી ધમકી આપતો ફોન આવ્યો. બાદમાં પોલીસે તે મોબાઈલ નંબર અંગે તપાસ હાથ ધરતા પુરુષોત્તમ રૂપાલાનો નકલી PA ઝડપાઈ ગયો હતો.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.