Rajasthan Paper Leak મામલે PM Modiના નિવેદન બાદ Gujaratના નેતાઓએ ભાજપ સરકારને ઘેરી, કહ્યું - ગુજરાતમાં પેપરલીકમાં ભાજપ નેતાઓ જ હોય છે


  • Published By :
  • Published Date : 2023-09-28 16:16:06

રાજ્ય હોય કે દેશ હોય શિક્ષણ વ્યવસ્થા દિવસેને દિવસે કથળતી જઈ રહી છે. ગુજરાતમાં તો શિક્ષણની પરિસ્થિતિ શું છે તે આપણે જાણીએ છીએ. અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો નથી. અનેક શાળાઓ એવી છે જ્યાં બાળકો ભણવા માટે આવતા નથી. અનેક શાળાની બિલ્ડીંગ એવી છે જે જર્જરિત હાલતમાં જોવા મળે છે.

Fear of another paper leak in Rajasthan, answer sheet viral in So.media  before exam | Sandesh


પેપર લીક મામલે પીએમએ રાજસ્થાન સરકારને ઘેરી હતી 

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી આવનાર સમયમાં યોજાવાની છે. જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે થોડા દિવસો પહેલા પીએમ મોદી રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. જનસભાને સંબોધિત કરતા તેમણે રાજસ્થાનની સરકાર એટલે કે કોંગ્રેસની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પેપર લીકને લઈ તેમણે સરકારને ઘેરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનની સરકારે પેપર લીક માફિયાને સંરક્ષણ આપ્યું છે. આ ઘટના સમગ્ર રાજ્યને શર્મસાર કરી દે તેવી છે. તેમણે કહ્યું કે જો રાજસ્થાનમાં બીજેપીની સરકાર બનશે તો આ પેપર માફિયા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.


ગુજરાતમાં ‘વ્યાપક’ ભરતી કૌભાંડ થાય છે - શક્તિસિંહ ગોહિલ

પીએમ મોદીના નિવેદન પર અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મામલે જવાબ આપ્યો છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે "ગુજરાતમાં ‘વ્યાપક’ ભરતી કૌભાંડ થાય ત્યારે બીજા પર પથ્થર ફેંકતાં પહેલાં એમણે પોતાની સ્થિતિ જોવી જોઈએ. ગુજરાતમાં પેપરલીકમાં ભાજપ નેતાઓ જ હોય છે એ સાબિત થયું. વડાપ્રધાનશ્રીએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં પેપર લીક કરનાર માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તેમ કહેવું જોઈએ."


દિવાળીમાં જેટલા ફટાકડા નથી ફૂટતા એટલા ગુજરાતમાં પેપર ફૂટે છે - યુવરાજસિંહ

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ પેપરલીક મામલે પીએમ મોદી દ્વારા આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે " ગુજરાતમાં પણ પેપરલિકના માફિયાને સંરક્ષણ આપનાર આપના નામે ચરી ખાતા નેતાઓ જ છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કેમ પેપરલિકના કૌભાંડી ઉપર કાર્યવાહી નથી કરતી અને રાજસ્થાનમાં કાર્યવાહી કરવાની વાતો કરે છે ??ગુજરાતમાં કેમ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આવી જાય છે બીજેપીના નેતાઓ ?? પીપરલીકની ઘટનામાં પૂરા ભારતમાં ગુજરાત અગ્રેસર છે, દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા એના કરતાં તો ગુજરાતમાં પેપર ફૂટે છે, તો અહીંયા કેમ BJP મૌન સેવી લે છે ?



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે