PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે મોટી કાર્યવાહી, પંજાબ પોલીસના 7 અધિકારીઓ સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-11-26 16:42:25

5 જાન્યુઆરી, 2022 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક સાથે સંબંધિત કેસમાં પંજાબમાં 7 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓમાં ભટિંડાના એસપી ગુરબિંદર સિંહ, ડીએસપી પરસન સિંહ, ડીએસપી જગદીશ કુમાર, ઈન્સ્પેક્ટર તેજિંદર સિંહ, ઈન્સ્પેક્ટર બલવિંદર સિંહ, ઈન્સ્પેક્ટર જતિન્દર સિંહ અને એએસઆઈ રાકેશ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના બની તે સમયે, ગુરબિન્દર સિંહ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (ઓપરેશન) તરીકે તૈનાત હતા અને ફિરોઝપુરમાં ફરજ પર હતા. ઉલ્લેખનિય છે કે પીએમ મોદી વિધાનસભા ચૂંટણી માટે એક રેલીમાં ભાગ લેવા પંજાબના ફિરોજપુર  જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. 


સુપ્રીમ કોર્ટે નીમી હતી તપાસ સમિતિ


PM મોદીની સુરક્ષામાં ખામીની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી સમિતિએ અગાઉ રાજ્યના અનેક અધિકારીઓને આ ચૂક માટે જવાબદાર ઠેરવ્યા હતા. બાદમાં ગયા વર્ષે 12 જાન્યુઆરીના રોજ, સર્વોચ્ચ અદાલતે, સુરક્ષામાં ખામીની તપાસ માટે એક સમિતિની નિમણૂક કરતી વખતે કહ્યું હતું કે ઘટનાથી ઉદ્ભવતા પ્રશ્નોને 'એકતરફી તપાસ' માટે છોડી શકાય નહીં.


 18 ઓક્ટોબર 2023ના રોજ સોંપાઈ હતી રિપોર્ટ 


સસ્પેન્શન ઓર્ડર મુજબ, 18 ઓક્ટોબર, 2023 ના રોજ, પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દ્વારા આ ઘટના અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના પોલીસ વડાએ કહ્યું હતું કે સિંહે તેમની ફરજ યોગ્ય રીતે નિભાવી નથી. પંજાબી ભાષામાં જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સક્ષમ અધિકારીના સ્તરે મામલાને ધ્યાનમાં લીધા પછી, સંબંધિત અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


PM મોદીના કાફલાની કરાઈ હતી નાકાબંધી 

 

PM મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો દ્વારા કરાયેલી નાકાબંધીને કારણે વડાપ્રધાનનો કાફલો લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયેલો રહ્યો હતો. ભાજપના નેતાઓએ આ ક્ષતિને લઈને તત્કાલીન ચરણજીત સિંહ ચન્ની સરકાર પર નિશાન સાધ્યું હતું. તે જ સમયે, કોંગ્રેસે કહ્યું હતું કે વડાપ્રધાનની યાત્રાની યોજના છેલ્લી ઘડીએ બદલવામાં આવી હતી. સુરક્ષા ભંગની તપાસ કરતી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી સમિતિએ સુરક્ષા ભંગ માટે પંજાબ સરકારના અનેક અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની સરકારે હવે આ ક્ષતિ માટે સાત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..