Rohan Guptaએ ભાજપમાં જોડાયા પછી કૉંગ્રેસના વિરોધાભાસની વાતો કરી પણ એમના વિરોધાભાસનો શું જવાબ? સાંભળો તેમના બન્ને નિવેદનોને..


  • Published By :
  • Published Date : 2024-04-11 17:55:33

અંતરાત્મા અને રાજનેતાઓ વચ્ચે વધારે સંબંધ નથી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે રાજનેતામાં જાગેલો અંતરાત્મા ગમે ત્યારે સૂઈ જાય છે..! પક્ષની સાથે છેડો ફાડતા જ નેતાના બોલ બદલાઈ જાય છે... જે પક્ષ સાથે અનેક વર્ષો સુધી નેતાઓ જોડાયેલા હોય તે પક્ષની નીતિઓ તે જ નેતાઓ સવાલ કરતા હોય છે જ્યારે તે બીજા પક્ષમાં જોડાઈ જતા હોય છે. જેવી રીતે નેતા પાર્ટીને બદલે છે તેવી રીતે તેમના બોલ પણ બદલાઈ જાય છે... જે પક્ષનો વિરોધ નેતાઓ કરતા હોય છે તેમની જ નીતિઓ માત્ર થોડા સમયની અંદર દેખાવા લાગતી હોય છે...

રાજીનામું આપી થોડા દિવસની અંદર જોડાઈ ગયા ભાજપમાં

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. કોંગ્રેસે અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરેલા રોહન ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. ઉમેદવાર તરીકે જ્યારે તેમના નામની જાહેરાત કરવામાં આવી તે બાદ તેમણે અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી. અંગત કારણો દર્શાવી તે ચૂંટણી નહીં લડી શકે તેવું નિવેદન આપ્યું પરંતુ માત્ર થોડા દિવસોની અંદર તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.


અનેક નેતાઓના નિવેદનો હોય છે વિરોધાભાસી! 

દિલ્હી ખાતે રોહન ગુપ્તાએ કેસરિયો ધારણ કર્યો અને તે બાદ તેમણે નિવેદન આપ્યું છે. બંને નિવેદનોમાં મોટો ફેરફાર દેખાયો હતો.! બંને નિવેદનોમાં વિરોધાભાસ દેખાઈ આવ્યો હતો. કોંગ્રેસમાં દેખાતી ખામીઓ અંગે તેમણે વાત કરી હતી. કોંગ્રેસના નેતૃત્વ પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા. બીજા નિવેદનની વાત કરવી છે જે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આપ્યું હતું. પિતાની તબિયત ખરાબ હોવાને કારણે તેમણે ચૂંટણી ના લડવાનો નિર્ણય લીધો હતો. મહત્વનું છે કે આવા વિરોધાભાસી નિવેદન અનેક મંત્રીઓના નિવેદનોમાં જોવા મળતા હોય છે.. ત્યારે રોહન ગુપ્તાના નિવેદનો પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં કહો...    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે