Sabarkantha પછી Banaskanthaમાં પણ કેનાલમાં ગાબડું પડ્યું અને નવા વર્ષે ખેડૂતે આંખો સામે બરબાદ થતો પાક જોયો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-16 10:33:13

બનાસકાંઠા.... એક એવો જિલ્લો જ્યાં અનેક લોકો પાણીની એક બુંદ માટે તરસે છે. પાણી વગર જીવનનો નિર્વાહ નથી થઈ શકતો. આપણે ત્યાં કહેવાય છે કે જળ છે તો જીવન છે. વાત પણ સાચી છે. પાણી વગર માણસ કેવી રીતે જીવી શકે તેની કલ્પના પણ કદાચ શહેરમાં લોકો નહીં કરી શકે. પરંતુ વિકસીત ગુજરાતના જ અનેક જિલ્લાઓ એવા છે જ્યાં રહેતા લોકો પાણી માટે વલખા મારે છે. પીવાનું પાણી પણ જોઈએ અને ખેતી માટે પણ પાણી જોઈએ. એક તરફ ખેડૂતોને પાણી નથી મળતું તો બીજી તરફ એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યું છે કારણ કે કેનાલમાં ગાબડા પડ્યા છે. ભ્રષ્ટાચારના ગાબડા...

પાણીનો ફ્લો કેનાલ સહન ન કરી શક્યું અને કેનાલમાં પડી ગયું ગાબડું! 

ખેડૂતો માટે પાણીનું શું મહત્વ છે તે કદાચ આપણે નહીં જાણી શકીએ. ખેડૂતોની વેદના માત્ર ખેડૂતો જ જાણી શકે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય કારણ કે જેના પર વિતી હોય તે જ જાણી શકે છે. થોડા સમય પહેલા અમે સાબરકાંઠાથી સમાચાર આવ્યા કે 10 મહિના પહેલા સમારકામ કરવામાં આવેલી કેનાલમાં ગાબડું પડ્યું છે. ગાબડું પડવાને કારણે ખેતરમાં પાણી ઘૂસી ગયા હતા અને ખેડૂતોના નજરની સામે પોતાનો પાક બગડી ગયો હતો. ત્યારે આવો જ કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો છે. બનાસકાંઠામાં પણ એવી કેનાલ બનાવવામાં આવી જે પાણીની ક્ષમતાને સહન ન કરી શકે! પાણીને જ્યારે છોડવામાં આવ્યું ત્યારે તે કેનાલમાં ગાબડા પડ્યા અને પાણી ખેતરમાં ઘૂસી ગયા.

ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયું કેનાલનું પાણી 

જળાશયમાંથી પાણી જ્યારે કેનાલમાં છોડવામાં આવ્યું ત્યારે ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. પ્રથમ વખત જ પાણી છોડાતા કેનાલમાં ગાબડું પડ્યું છે. આ સાથે જ કેનાલના નિર્માણ દરમિયાન કરવામાં આવેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. કેનાલમાં ગાબડા પડવાને કારણે પાણી કેનાલમાંથી બહાર આવ્યું અને આસપાસના ખેતરોમાં ફરી વળ્યું. આ દ્રશ્યો જોઈ ખેડૂતોની આંખો ભીની થઈ ગઈ હતી. ખેતરમાં પાણી ઘૂસી જવાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક તરફ ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ખેડૂતો માટે એક સાંધે અને તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આવી ઘટનાઓ બનતી અટકે તે માટે કડક પગલા લેવાવા જોઈએ.  



પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.