સીમા હૈદર બાદ પાકિસ્તાનથી લગ્ન કરવા ભારત પહોંચી જાવેરિયા, વાજતે-ગાજતે થયું સ્વાગત, જાણો અનોખી લવ સ્ટોરી વિશે


  • Published By :
  • Published Date : 2023-12-06 14:32:42

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તંગદીલી ચાલી રહી છે, પણ બંને દેશો વચ્ચેના સામાજીક સંબંધ યથાવત છે. પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની દેશમાં ખૂબ ચર્ચા થઈ હતી. હવે અન્ય એક પાકિસ્તાની યુવતી ભારત આવી પહોંચી છે. પાકિસ્તાનથી ભારત આવેલી જાવેરિયાનું વાઘા-અટારી બોર્ડર પર વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.જાવેરિયા ખાસ ભારતમાં લગ્ન કરવા માટે  પાકિસ્તાનના કરાચીથી ભારત એકલી આવી છે કોલકાતાના સમીર સાથે જાવેરિયાની આજથી પાંચ વર્ષ પહેલા સગાઈ થઈ હતી. જો કે તેની વીઝા અરજી અવારનવાર કેન્સલ થતી હતી, અંતે વીઝા મળતા તે લગ્ન કરવા આવી પહોંચી હતી. 


આગામી 6 જાન્યુઆરી થશે લગ્ન


જાવેરિયા ખાનમને 45 દિવસના વિઝા મળ્યા છે. સમીર અને જાવેરિયા આગામી 6 જાન્યુઆરીએ લગ્નગ્રંથીથી જાોડાશે. આ યુગલે લગ્ન કરવા માટે પાંચ વર્ષ રાહ જોઈ છે. જાવેરિયાની વિઝા એપ્લિકેશન સતત બે વખત કેન્સલ થતા તેમના લગ્નનો પ્લાન ખોરંભે ચડ્યો હતો. જાવિરેયાના પિતાએ જણાવ્યું કે કોલકાત્તામાં રહેતા સમીરના પરિવારે જાવેરિયાનો હાથ માંગ્યો હતો અંતે બંને પરિવારે રાજીખુશીથી બંનેની સગાઈ કરી હતી. જો કે હાલ તો માત્ર જાવેરિયા ખાનમને જ વીઝા મળ્યા છે.


કઈ રીતે થયો પ્રેમ?


જાવેરિયા પાકિસ્તાનના કરાચી અને સમીર ભારતના કોલકાત્તામાં રહે છે, હવે આ બંને કયા સંજોગોમાં મળ્યા તે કહાની રસપ્રદ છે. સમીરના જણાવ્યા પ્રમાણે તેણે પહેલી વખત જવેરિયાની તસવીર વર્ષ 2018માં જોઈ હતી. તેની માતાના મોબાઈલમાં જવેરિયાની તસવીર હતી, તે વખતે તે જર્મનીમાં અભ્યાસ કરતો હતો. રજાઓમાં તે ભારત આવ્યો ત્યારે તેણે માતાના મોબાઈલમાં અચાનક જ જવેરિયાની તસવીર જોતા જ તેને જવેરિયા સાથે પ્રેમ થઈ ગયો અને તેણે માતાને કહ્યું કે મારે આ છોકરી સાથે લગ્ન કરવા છે. બાદમાં સમીરના પરિવારજનો પાકિસ્તાન સ્થિત જવેરિયાના પિતા અજમત ઈસ્માઈલ પાસે સગાઈની વાત કરતા તેઓ સગાઈ માતે રાજી થઈ ગયા હતા. ઉલ્લેખનિય છે જવેરિયાના પિતા અને સમીરની માતા કઝીન છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે