અમદાવાદમાં અકસ્માત બાદ પોલીસ એક્શન મોડમાં, મહિના સુધી વાહનચાલકોને રહેવું પડશે સાવધાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-25 12:44:09

ભગવાને માણસોને એક વિશેષ ખાસિયત આપી છે કે તે વિચારી શકે છે. નવું નવું જાણી શકે છે, શીખી શકે છે. ભૂલોમાંથી માણસ શીખે છે અને તે ભૂલ માણસના અનુભવમાં વધારો કરે છે. બધી વાત સાચી પરંતુ એક ખામી એ પણ છે કે થોડા દિવસો સુધી જ માણસ તે વસ્તુનું પાલન કરે છે. જ્યાં સુધી કોઈ વાતની ચર્ચાઓ ચાલતી હોય, કોઈ મુદ્દો ઉઠ્યો ત્યાં સુધી નિયમો બનાવે છે પરંતુ જેમ જેમ મુદ્દો શાંત થતો જાય, વાતાવરણ હળવું થતું જાય ત્યારે આપણે હતા ત્યાંને ત્યાં આવી પહોંચીએ છીએ. 


એક મહિના સુધી પોલીસ ચલાવશે મેગા ડ્રાઈવ 

આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે અમદાવાદમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં 10 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઓવરસ્પીડમાં ગાડી આવવાને કારણે ગાડીની અડફેટે લોકો આવી ગયા અને કાળનો કોળિયો બની ગયા. અકસ્માત બાદ લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસ પણ એકદમ એક્શન મોડમાં દેખાઈ રહી છે. કાયદાનું કડકપણે પાલન થાય તે માટે પોલીસે આગામી એક મહિના માટે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું છે. 


ડ્રાઈવિંગ કરતી વખતે આ ડોક્યુમેન્ટ રાખવા કમ્પલ્સરી 

આ સમય દરમિયાન જો તમે રસ્તા પર કાયદાનો ભંગ કરતા પકડાશો તો તમારા વિરૂદ્ધ કાર્યવાહી થશે. પોલીસ વડા દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં એક મહિનો ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવશે. આ દરમિયાન લાયસન્સ, હેલમેટ કે ઓવર સ્પીડમાં જતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે. 


ડ્રાઈવ પૂર્ણ થયા બાદ શું?

એક મહિના સુધી આ ડ્રાઈવ ચાલશે જેમાં કડકમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવશે, લોકો કાયદાનું પાલન વ્યવસ્થિત રીતે કરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. આ દરમિયાન મહદઅંશે લોકો પણ સાથસહકાર આપશે.આ સમય દરમિયાન લાયસન્સ, આરસી બુક, પીયુસી, હેલમેટ વગર વાહન નહીં ચલાવે, સારા નાગરિકોની જેમ વર્તશે, પરંતુ ડ્રાઈવ પૂર્ણ થયા બાદ? પરિસ્થિતિ જેવી હાલ છે તેવી આવીને ઉભી રહેશે. 


નિયમોનું પાલન આપણા માટે જ હિતાવહ છે... 

એક મહિના બાદ અનેક લોકો ડ્રાઈવિંગ કરતી વખતે હેલ્મેટ નહીં પહેરે, ઓવરસ્પીડમાં ગાડી ચલાવશે, સીટ બેલ્ટ પણ નહીં લગાવે, વગેરે વગેરે.... હાલ લોકો વિચારતા હશે કે માત્ર મહિનો જ આવી રીતે કાઢવાનો છે ને પૈસા ભરવા કરતા કાયદાનું પાલન કરવું સારુ. પરંતુ એક પ્રશ્ન પૂછવો છે કે આ કાયદો આપણી સુરક્ષા માટે જ બનાવવામાં આવ્યો છે ને તો પછી પાલન કરવામાં વાંધો શું હોય? વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરીશું, સીટ બેલ્ટ લગાડીશું ઉપરાંત નિયમોનું પાલન કરીશું તો આપણી જ સુરક્ષા થવાની છે ને. ત્યારે લોકોને અપીલ છે કે તમે ભલે તમારી સુરક્ષાનું ન વિચારતા હોવ, કાયદાનો ભંગ કરી તમે ક્ષણિક આનંદ મેળવી લેશો પરંતુ જો અકસ્માત સર્જાશે અને ગંભીર રીતે ઈજાઓ પહોંચશે તો તમારી હાલતો તો ગંભીર થવાની જ છે પરંતુ પરિવારના સભ્યોને પણ તમારા કારણે ભોગવવું પડશે. જો પોલીસ ન પકડે તો પણ આપણા માટે આપણે કાયદાનું પાલન કરવું જોઈએ.   


પોતાની સત્તાનો ન કરવો જોઈએ પોલીસવાળાએ દુરૂપયોગ! 

અનેક વખત આપણી સામે અથવા તો આપણી સાથે પણ એવા કિસ્સાઓ બન્યા હશે જ્યારે આપણે કાયદો ભંગ કર્યો હશે અને પોલીસને પૈસા આપ્યા હશે. તમારામાંથી અનેક લોકો એવું પણ કહેશે કે કાયદો ભંગ ન કર્યો હોય તો પણ પોલીસવાળા રોકે છે અને પૈસાની માગણી કરતા હોય છે. ટીઆરબી જવાન પૈસા લેતા હોય તેવા પણ અનેક વીડિયો આપણી સામે આવ્યા છે, આપણે અથવા આપણા પરિવારમાંથી અનેક સદસ્યોએ પૈસા આપ્યા હશે. ત્યારે પોલીસવાળાઓએ પણ આ કાયદાનો દુર્રૂપયોગ ન કરવો જોઈએ.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે