લોકસભા ચૂંટણી ટાણે ખાંડ અને ડુંગળીના વધેલા ભાવે સરકારની ઊંઘ ઉડાડી, મોદી સરકારે ભર્યું આ પગલું


  • Published By :
  • Published Date : 2023-12-08 17:19:31

લોકસભા ચૂંટણી માથે છે ત્યારે દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે, કેન્દ્રની મોદી સરકાર પણ વધતી મોંઘવારીથી ચિંતિત છે. તેમાં પણ ડુંગળી અને ખાંડના વધેલા ભાવને રોકવા માટે સરકારે તાત્કાલિક પગલા લીધા છે. દેશમાં ખાંડ અને ડુંગળીનો પુરતો જથ્થો જળવાઈ રહે તે માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે ખાંડની મિલો પર ઈથેનોલ બનાવવા પર રોક લગાવી દીધી છે. ખાંડ મિલો અને ડિસ્ટીલરી શેરડીના રસનો ઉપયોગ ખાંડ બનાવવાના બદલે ઈથેનોલ બનાવવામાં વધુ કરી રહી હોવાથી સરકારે આ પગલું ભર્યું છે. 


ડુંગળીના ભાવે સરકારની ચિંતા વધારી 


ડુંગળીના વધતા ભાવને રોકવા માટે કેન્દ્ર સરકારે આ અગાઉ નિકાસ માટે મિનિમમ એક્સપોર્ટ પ્રાઈઝ 800 ડોલર પ્રતિ ટન નિર્ધારીત કરી હતી. દેશના રિટેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. અને સરકારના તમામ પ્રયાસો છતાં ભાવ કાબુમાં આવી નથી રહ્યા. સત્ય તો એ છે કે મિનિમમ એક્સપોર્ટ પ્રાઈઝ નક્કી કરવામાં આવી હોવા છતાં  દેશમાંથી દર મહિને એક લાખ ટન ડુંગળીની નિકાસ થાય છે. આ જ કારણે દેશમાં ડુંગળીની  કિંમત 60 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર જળવાઈ રહી છે.


ખાંડની કિંમત કાબુમાં લેવા મથામણ  


કેન્દ્રની મોદી સરકાર ખાંડના વધતા ભાવથી પણ ચિંતિત છે, સુગર મિલો અને ડિસ્ટલરીઝને શેરડીના રસમાંથી ખાંડના બદલે ઈથેનોલનું ઉત્પાદન કરવામાં પસ વધુ છે કારણ કે તેમાં વળતર વધારે મળે છે. સુગર મિલો તેમના ઈથેનોલ ઉત્પાદનને ઓઈલ માર્કેટિંગ કંપનીઓને વેચી રહી છે. જો કે તેના કારણે ખાંડનું ઉત્પાદન ઘટતા ખાંડના ભાવ આસમાને પહોંચ્યા છે. હવે જ્યારે સરકારે સુગર મિલોને ઈથેનોલ ઉત્પાદન તાત્કાલિક અસરથી બંધ કરવા કહ્યું છે ત્યારે ખાંડના ઉત્પાદનમાં 18-20 લાખ ટન જેટલો વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે, જેથી ખાંડના ભાવને કાબુમાં લેવામાં મદદ મળી શકશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે