Sukhdev Singh Gogamedi હત્યા બાદ Mahipal Singh અને Raj Shekhawatએ સરકારને આપી આ ચીમકી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-06 14:59:28

ગઈકાલથી એક સમાચારે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ખુલ્લેઆમ હત્યા કરી દેવામાં આવી છે અને જેના કારણે દેશ ભરમાં કરણી સેના ભારે રોષમાં છે રાજસ્થાન બંધનું એલાન પણ કરી દેવામાં આવ્યું છે. પણ આ બધે એક પ્રતિક્રિયા આવી છે તેના પર ચર્ચા થઈ રહી છે. અલગ અલગ પ્રતિક્રિયા આવી જે ટેન્શન વધારી દે તેવી છે.  

કરણી સેનાના નેતાઓએ આ ઘટના અંગે આપી પ્રતિક્રિયા 

ગઈકાલે જ્યારે આ ઘટના બની ત્યાર પછી અનેક લોકોની તેમજ અનેક રાજપૂત નેતાની પણ પ્રતિક્રિયા આવી છે. કરણી સેનાના નેતા મહિપાલ સિંહે કહ્યું છે કે જ્યાં સુધી સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓ સામે ન આવે ત્યાં સુધી રાજ્યમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે નહીં. ઇલેકશનના રિઝલ્ટ આવ્યા બાદ જ્યારે આ ઘટના બને છે તો ઘણા બધા સવાલો પણ ઉભા થાય છે. મહિપાલ સિંહે સરકારને ચીમકી આપી છે.  મહિપાલસિંહ ઉપરાંત કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે તાત્કાલીક ધોરણે આ હત્યારાઓની ધરપકડ થાય. નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહો, અમને પણ કાયદો હાથમાં લેતા આવડે છે.

દેશમાં મોટું આંદોલન છેડાઈ જવાના એંધાણ!

હવે આવી હત્યાની ઘટના બાદ સરકારપર ઘણા સવાલ ઊભા થાય છે. કારણ કે કરણી સેનાનું એવું કહેવું છે કે અમે પહેલાથી સુરક્ષા માંગી હતી પણ અધ્યક્ષને કેમ સુરક્ષા આપવામાં ન આવી તે એક મોટો પ્રશ્ન છે. આ બધા સવાલો સાથે બીજો ડર એ પણ છે કે જો હત્યારો સામે જલ્દી કાર્યવાહી નહીં થાય તો દેશમાં મોટું આંદોલન થઈ શકે છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે