Bhupat Bhayaniના રાજીનામા બાદ AAPના આ ધારાસભ્યો રાજીનામું આપી BJPમાં જશે તેવી હતી અટકળો, પરંતુ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-13 14:51:30

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ દરેક જગ્યાઓ પર આની ચર્ચા થઈ રહી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની વાત કરીએ તો ડેડિયાપાડાથી ચૈતર વસાવા, ગારિયાધરથી સુધીર વાઘાણી, જામજોધપુરથી આહીર હેમંત ખવાજી અને બોટાદથી ઉમેશ મકવાણા છે. આ લિસ્ટમાં પહેલા વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ હતા પરંતુ હવે તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. વિસાવદરના ધારાસભ્યના રાજીનામા બાદ ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. વિધાનસભામાં સંખ્યાબળ 181 પર પહોંચ્યું છે. ત્યારે આપના વધુ એક ધારાસભ્ય આપને અલવિદા કરી શકે છે તેવી વાતો ચર્ચામાં ચાલી રહી છે. એવી પણ માહિતી સામે આવી કે ઉમેશ મકવાણા પણ આપને છોડી શકે છે.

 

Sudhir Vaghani ✓

ગારીયાધારના ધારાસભ્ય પણ આપી શકે છે રાજીનામું!

આ બધા વચ્ચે એવી વાતો પણ સામે આવી છે કે આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગારીયાધરના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ રાજીનામું આપી શકે છે. પરંતુ જ્યારે સુધીર વાઘાણીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જે અફવાઓ ફેલાઈ રહી છે તેના પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે. તેઓ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે તેવી વાત તેમણે કહી હતી.  

Umesh Makwana - Nuashonraigh Umesh Makwana a ghrianghraf...

ઉમેશ મકવાણાએ રાજીનામાની ચર્ચાઓ અંગે આપી પ્રતિક્રિયા!

આજે સવારે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી તેમજ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવા માટે તે વિધાનસભા પહોંચ્યા હતા અને અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. રાજીનામા આપ્યા બાદ એવી અટકળો ચાલી રહી છે કે તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ઉમેશ મકવાણાનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ભાજપ આપના ધારાસભ્યોને ડરાવે છે અને દબાવે છે અને તેમને કહ્યું હતું કે હવે બીજા કોઈ ધારાસભ્ય રાજીનામુ નથી આપવાના એ બધી અફવા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ત્યારે જોવું એ રહ્યું કે આમ આદમી પાર્ટીની વધુ એક વિકેટ પડશે કે કેમ? ગુજરાત આપમાં ભંગાણ પડશે કે કેમ તે સમય બતાવશે.      



સ્વાતી માલીવાલના અનેક વીડિયો સામે આવ્યા છે.. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેની પુષ્ટિ જમાવટ કરતું નથી.. આ બધા વચ્ચે આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો. સ્વાતી માલીવાલે એફઆઈઆર પણ દર્જ કરી. અને એવી માહિતી સામે આવી છે કે બિભવ કુમારની પોલીસે અટકાયત કરી લીધી છે..

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.