Tathya Patel કાંડ બાદ Policeએ મેગા ડ્રાઈવ યોજી આટલા લોકો વિરૂદ્ધ કરી કાર્યવાહી, અમદાવાદીએ ચૂકવ્યો આટલા લાખનો દંડ


  • Published By :
  • Published Date : 2023-08-07 17:12:12

જ્યાં સુધી કોઈ ઘટના મોટા સ્વરૂપનો આકાર નથી લઈ લેતી ત્યાં સુધી આપણે તે વાતને ગણતા જ નથી. જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે બાદ જ આપણે એ વાતની ગંભીરતાને સમજીએ છીએ જે  આપણી નજરોની સામે હોય તો પણ સામાન્ય આપણને લાગતી હોય. અમે વાત કરી રહ્યા છીએ તથ્ય કાંડની. એક ભૂલને કારણે 10 નિર્દોષ લોકોના જીવ જતા રહ્યા હતા. 10 પરિવારને રડવાનો વારો આવ્યો. આ અકસ્માત બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાના થોડા દિવસોની અંદર જ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી અને કાયદાનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાયદાનું કડકપાલન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે માત્ર 15 દિવસની અંદર પોલીસ દ્વારા ડ્રાફિક નિયમ ભંગ કરનાર 9612 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે અને દંડના ભાગરૂપે હજી સુધીમાં લોકોએ 30 લાખ રૂપિયા પોલીસે વસૂલ્યા છે.


અકસ્માત બાદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી મેગા ડ્રાઈવ 

થોડા સમય પહેલા અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોના જીવ જતા રહ્યા હતા. દરેક જગ્યાઓ પર આ કાંડને લઈને જ ચર્ચાઓ થતી હતી. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકો કડકાઈથી કાયદાનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું છે. લોકોમાં કાયદાનું ભાન થાય અને કાયદા પ્રત્યે સભાન થાય તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર પોલીસ 9612 કાયદાભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જો વિગતવાર વાત કરીએ તો 22 જુલાઈથી પાંચ ઓગસ્ટ દરમિયાન પોલીસે ઓવરસ્પીડના 900 કેસ દાખલ કર્યા છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવના 475 કેસ નોંધી 6 લાખથી વધારે રુપિયાનો દંડ લોકો પાસેથી વસૂલ્યો છે.   


ગુજરાતીઓએ ચૂકવ્યો લાખો રુપિયાનો દંડ

એમવી એક્ટના 1870 કેસ અને અન્ય 3400 કેસ કર્યા હતા. શહેર ટ્રાફિક પોલીસ આ ડ્રાઈવ એક મહિના સુધી ચાલુ રાખશે. પોલીસે નંબર પ્લેટની ડ્રાઈવમાં એસએચઆરપી ન હોય તેવાં 1535 કેસ કરી રૂ.5.74 લાખ દંડ કર્યો છે. પૂર્વ વિસ્તારમાં 751, પશ્વિમ વિસ્તારમાં 693 અને અન્ય ઝોનમાં 91 કેસ કર્યા છે. ડ્રાઈવમાં અત્યાર સુધીમાં 30 લાખનો દંડ વસૂલાયો છે. મહત્વનું છે ડ્રાઈવના થોડા જ દિવસોની અંદર પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં લાખોની કમાણી થઈ છે. હજી પણ અનેક દિવસો સુધી આ ડ્રાઈવ ચાલવાની છે. લાખોનો દંડ તો લોકોએ હજી સુધી ભરી દીધો છે પરંતુ આવનાર દિવસોમાં દંડનો આંકડો વધી પણ શકે છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે