આ તારીખ બાદ વરસાદની થશે ગુજરાતમાં પધરામણી! જાણો કઈ તારીખે મોન્સુન કરશે કેરળમાં પ્રવેશ અને મોન્સુન ક્યારે પહોંચશે ગુજરાત?


  • Published By :
  • Published Date : 2024-05-17 16:08:29

આમ તો હમણાં ઉનાળાની સિઝન ચાલી રહી છે પરંતુ ગુજરાતના વાતાવરણમાં છેલ્લા થોડા ટાઈમથી પલટો આવ્યો છે. ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકો એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

31 મે બાદ કેરળમાં પ્રવેશશે ચોમાસું 

હવામાન વિભાગે ચોમાસું ક્યારે બેસશે તેની તારીખ જાહેર કરી દીધી છે. અને આ વખતે ભારતમાં ચોમાસું સમયસર શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે. ભારતના હવામાન વિભાગે તારીખ જાહેર કરતાં કહ્યું કે 31 મેના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. ભારતમાં જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીની 4 મહિનાની ચોમાસાની સિઝનની શરૂઆત થશે, એવું કહેવાય છે કે ગુજરાતમાં મે મહિનો આખો અને ત્યાર બાદ જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં ભારે ગરમી પડતી હોય છે, ભારે ગરમી અને બફારા બાદ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે.



15 જૂન બાદ ગુજરાતમાં થશે ચોમાસાની શરૂઆત 

ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખ 15 જૂન છે, એટલે કે આ તારીખની આસપાસ રાજ્યમાં દર વર્ષે ચોમાસું શરૂ થતું હોય છે. કેરળમાં ચોમાસાની શરૂઆત થાય ત્યાર બાદ 10 દિવસની આસપાસ મુંબઈમાં પહોંચે છે અને ત્યાર બાદ 5 દિવસની આસપાસ તે ગુજરાતમાં પહોંચે છે. સામાન્ય સંજોગોમાં આવી સ્થિતિ રહેતી હોય છે. એટલે કે કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ગુજરાતમાં પહોંચતા 15 દિવસની આસપાસનો સમય લાગે છે.



કાળઝાળ ગરમીથી કંટાળી ગયા છે લોકો 

મહત્વનું છે કે ઉનાળાની ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 43 ડિગ્રીને પાર તો તાપમાન પહોંચી ગયું છે અને આવનાર સમયમાં આ પારો આનાથી પણ વધારે જઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે.. ક્યારે વરસાદ પડે અને ક્યારે આ કાળઝાળ ગરમીથી છુટકારો મળે..  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે