અરવલ્લીમાં મંત્રી પુત્ર અને યુવા મોચરાના નેતાના કારસ્તાન, યુવકને ઢોર માર માર્યો, ગૃહમંત્રી કાયદો અને વ્યવસ્થા ક્યાં?


  • Published By : Admin
  • Published Date : 2025-02-22 16:47:09

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, સુશાસનની વાતો કરતા ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને કદાચ ખબર જ નથી કે યુપી, બિહાર જેવી સ્થિતિ હવે ગુજરાતની પણ થઈ રહી છે. મીડિયામાં દાવા કરતા ગૃહરાજ્યમંત્રી કદાચ મીડિયામાં આવતા દ્રશ્યો જોતા જ નહીં હોય. એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે.  સવાલ સૌથી મોટો એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

શાંતિ, સલામતી અને સુરક્ષાની વાતો કરતી ગુજરાતની સરકારને કદાચ ખબર જ નથી કે આ કેવા પ્રકારની શાંતિ છે જ્યાં એક વ્યક્તિ મારે સામે બીજો ટોળુ લઈને આવે અને એને મારે. ગુંડારાજ ચાલી રહ્યું એવો માહોલ બન્યો છે. વાત આખી એમ છે કે અરવલ્લીથી એક વીડિયો વાયરલ થયો. જેમાં મોડાસા પંથકમાં એક યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. અપશબ્દોની ભરમાર છે એ વીડિયોમાં અને અમારી યુટ્યુબની ગાઈડલાઈન પ્રમાણે અમે તમને એ બતાવી પણ નથી શકતા. આ વીડિયોમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનો દિકરો કિરણસિંહ, રણજિત સિંહ પરમાર જે ભીખુસિંહ ના મોટા પુત્રછે.. અમીષ પટેલ જે ભાજપ યુવા મોરચા અરવલ્લીના પ્રમુખ છે. એમની સાથે બીજા પણ બે  ત્રણ લોકો છે.. બધા મળીને મોડાસામાં રસ્તા પર એક યુવક ટુ-વ્હીલર પર ઉભો છે એને માર મારે છે. સ્વાભાવિક રીતે પ્રશ્ન થશે કે એવા તો ક્યા કારણો છે કે ભાજપના નેતા અને મંત્રીના દિકરા કે નેતાને કાયદો હાથમાં લેવાની ફરજ પડી અમે એ જાણવા એ નેતાઓને ફોન કર્યા. સૌથી પહેલો ફોન અરવલ્લી યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલને કર્યો. તેમણે કહ્યું મારો ભત્રીજો એક્વિટવા લઈને સ્કુલે ગયો અને તેને એ યુવકે માર માર્યો. સવાલ એવો અમે કર્યો કે તમે પોલીસને જાણ કરી શકતા હતા. કાયદો હાથમાં કેમ લીધો તો અમીશભાઈએ ફોન પર એવો જવાબ આપ્યો કે ચાર દિવસ અગાઉ અમે પોલીસને જાણ કરી હતી.. અમે અરવલ્લીના ડીવાયએસપી સાથે વાત કરી તો એમના તરફથી એવો પ્રત્યુતર મળ્યો કે અમને કોઈ પ્રકારની જાણ કરવામાં નથી આવી. તપાસ કરી રહ્યાં છીએ. કોઈ ફરિયાદ આવશે તો ચોક્કસથી લઈ લઈશું. 


બીજો ફોન અમે કર્યો મંત્રી ભીખુસિંહ પરમારના દિકરાને, એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે બાબાને માર્યો એટલે પણ અમારે તો સમાધાન થઈ ગયું છે. વાત થઈ ગઈ છે.. ગોળ ગોળ જવાબો આપ્યા અને અંતે એવું કહ્યું કે અવાજ નથી આવી રહ્યો. સૌથી મોટો સવાલ પપ્પા મંત્રી હોય તો જવાબદારીઓ વધી જાય કાયદો અને વ્યવસ્થા તો એમણે મિત્રોને શીખવવી પડે. પણ આપણે ત્યાં અરવલ્લીમાં ઉંઘુ છે. અમીશભાઈ કહી રહ્યાં છે કે ત્રણ ચાર દિવસથી પોલીસને જાણ કરી દીધી હતી. પણ પોલીસે તો સાફ શબ્દોમાં ના પાડી કે આવુ તો કશું જ નથી. જે વ્યક્તિને આ લોકો માર મારી રહ્યાં છે એ પરપ્રાતિંય યુવક હોવાની માહિતી મળી છે. ચાઈનીઝની લારી ચલાવતો સામાન્ય માણસ છે. એણે જો અમીશભાઈના ભત્રીજાને માર માર્યો પણ હોય તો તમે પોલીસમાં ફરિયાદ કરો. તમે એટલા હકદાર તો નથી કે સામે કાર્યવાહી કરી શકો. કાયદો અને વ્યવસ્થાને હાથમાં લઈ શકો. 


કોઈપણ પાર્ટીનો ખેસ પહેરો કે હોદ્દેદાર હોવાનો અર્થ એવો હોય કે ફરિયાદ પોલીસ પાસે ન જાય અને સીધા જ રસ્તા પર જ ન્યાય કરી દેવાનો. કાયદો જાણે બાપનું રાજ હોય એમ વર્તન કરવાનો અધિકાર તમને કોણે આપ્યો?. ગૃહમંત્રી જુઓ તમારા જ નેતાઓ કાયદો વ્યવસ્થાના તમાશા કરે છે. સરેઆમ કાયદાની ધજીયા ઉડાવે છે. ગૃહમંત્રી તમારી પોલીસને કહી દો અરવલ્લીમાંથી પોતાની ઓફિસ બંધ કરી દે. કેમ કે કાયદો અને વ્યવસ્થા તો તમારા જ નેતાઓ ખિસ્સામાં લઈને ફરે છે. એક વ્યક્તિ મારે સામે બીજો ટોળુ લઈને જાય અને મારે, પોલીસને તો વચ્ચે લાવવાની જ નહીં. આપણે ત્યાં ગોંડલ અને જૂનાગઢ તો એમનેન બદનામ છે પણ અરવલ્લી કઈ ઓછુ નથી. સવાલ એ છે કે એકબીજાને મારે છે લોકો ગુંડાની સામે ગુંડો જ બનાવાનું પાર્ટીનો પાવર દેખાડી દેવાનો શું આ યુપી, બિહાર છે. કાયદો વ્યવસ્થાના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ ઉઠ્યો છે. મંત્રી ભીખુસિંહ પરમાર કાર્યવાહીમાં સહયોગ કરે અને ગૃહરાજ્યમંત્રી યોગ્ય કાર્યવાહી કરાવે એ અપેક્ષા રહેવાની છે



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.