ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જ્યારે લોકો તુલના કરતા હોય છે, ત્યારે એક વાત તો લોકો ચોક્કસ કરતા હોય છે કે ભાજપ પોતાના સંગઠનને કારણે જીતે છે અને કોંગ્રેસમાં તે સંગઠનની કમી છે.. સંગઠનનો અભાવ હોવાને કારણે કોંગ્રેસ જીત હાંસલ નથી કરી શકતી.. આ વાત સામાન્ય માણસો કરે તો ચાલે પરંતુ જ્યારે કોંગ્રેસના જ નવા ચૂંટાયેલા સાંસદ કહે તો? બનાસકાંઠામાં ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. સાંસદ તરીકે ચૂંટાતા જ ગેનીબેને કોંગ્રેસને ટકોર કરી છે..
26માંથી 26 બેઠકો પર ના લહેરાયો કેસરિયો
ગુજરાત ભાજપ માટે રાજકીય લેબોરેટરી સમાન છે. ગુજરાતમાં કરાતા પ્રયોગો જો ગુજરાતમાં સફળ જાય છે તો તેનો અમલ ધીરે ધીરે અલગ અલગ રાજ્યોમાં કરાતો હોય છે.. લોકસભા ચૂંટણીના પરિણામ વખતે રાજકીય નિષ્ણાંતો કહેતા હતા કે જો ગુજરાતમાંથી ભાજપને એક સીટ પણ ઓછી થાય છે તો તે નેતાઓ માટે માનસિક હાર જેવું સાબિત થશે. અનેક લોકોને લાગતું હતું કે ભાજપને ગુજરાતમાંથી 26એ 26 લોકસભા બેઠક મળશે. 26માંથી ભાજપને 25 સીટો મળી જ્યારે એક સીટ પર ગેનીબેન ઠાકોરે કબ્જો કરી લીધો. બનાસકાંઠામાં ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ. સાંસદ બનતાની સાથે જ તેમણે કોંગ્રેસને ટકોર કરી હતી..
શું કહ્યું ગેનીબેન ઠાકોરે?
ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના સંગઠનને લઈ સૂચક ટકોર કરતાં કહ્યું હતું કે ઉમેદવાર ચૂંટણી લડતો હોય એના દમ પર લડવું પડે, પોતાના સમાજની તાકાત પર લડવું પડે, એના બદલે પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ જન આશીર્વાદ મેળવશે. સાથે જ તેમણે કહ્યું કે પક્ષ વિરુદ્ધ કામ કરતા હોય એ લોકોને પાર્ટીના નિયમ પ્રમાણે પક્ષમાં સ્થાન ન હોવું જોઈએ. જે માણસ ખોટું કરે છે તેને કોઈ નાનીમોટી સજા કરો. હું કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી, સલાહ આપવાનો મારો અધિકાર પણ નથી. ત્યારે ગેનીબેન ઠાકોરના નિવેદન પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો...