પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે. રાજધાની દિલ્હીમાં એક પછી એક બેઠકોનો ધમધમાટ ચાલુ છે. ગયિકાલે પીએમ મોદીના નિવાસ સ્થાને ભારતની સુરક્ષાને લઇને ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને કોઈ પણ કાર્યવાહી કરવાની છૂટ આપ્યાના સમાચાર છે. હવે આજે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી CCS અને કેબિનેટ કમિટી ઓન પોલીટિકલ અફેર્સની CCPA મિટિંગ મળી છે.
સમગ્ર વિશ્વની નજર ભારત પર છે કે , ભારત કઈ રીતે પાકિસ્તાનના આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાનો જવાબ આપશે. કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ , ગૃહમંત્રી અમિત શાહ , નાણાંમંત્રી નિર્મલા સીતારામંન અને વિદેશમંત્રી એસ. જયશંકર હાજર રહ્યા છે. આપને જણાવી દયિકે પહલગામના હુમલા પછી બીજીવાર CCS એટલેકે , કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી આજે CCPA એટલેકે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ મળી છે . આ પોલિટિકલ અફેર્સની મિટિંગમાં વિપક્ષનો જે પ્રસ્તાવ છે કે સંસદમાં પહલગામના આતંકી હુમલાને લઇને વિશેષ સત્ર આયોજિત કરવું જોઈએ તેની પર ચર્ચા થઈ શકે છે. આ પેહલા ૨૦૧૯માં CCPA એટલેકે , કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પુલવામાંના હુમલા બાદ મળી હતી. જેમાં પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ભારતે છીનવી લીધો હતો . ભારતમાં CCS એટલેકે , કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગમાં પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપવામાં આવશે તેની રણનીતિ નક્કી થઇ શકે છે . CCS એટલેકે , કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીનો ઉલ્લેખ ક્યાંય પણ બંધારણમાં નથી . તે એક એક્સટ્રા કોન્સ્ટિટ્યૂશનલ બોડી છે. તેમાં પણ CCS દેશમાં સૌથી તાકાતવર સંસ્થા છે.
પહલગામમાં જે આતંકી હુમલો થયો તેના પછી થોડાક જ સમયમાં CCSની મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ્થાને રાખવામાં આવી હતી. જેમાં ખુબ મહત્વના ડિપ્લોમેટિક પગલાંઓ પાકિસ્તાનની વિરુદ્ધમાં લેવાયા હતા જેમ કે સિંધુ જળ નદીના કરારો રદ કરવા વગેરે . તે પછી રક્ષામંત્રી રાજનાથસિંહ CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા . સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. આ પછી રક્ષામંત્રી રાજનાથનાથ સિંહ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ અને ત્રણેય સેનાના વડાને મળ્યા છે . હવે આજે ફરી એકવાર CCS ની મિટિંગ મળી છે. વાત CCPA એટલેકે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની તો , તેમાં પીએમ મોદી , રક્ષામંત્રી રાજનાથ સિંહ , ગૃહમંત્રી અમિત શાહ , પરિવહન મંત્રી નીતિન ગડકરી , આરોગ્ય મંત્રી જેપી નડ્ડા , નાણાં મંત્રી નિર્મલા સીતારામંન , ઉદ્યોગ મંત્રી જીતનરામ માંઝી , પોર્ટ અને શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ છે.