ગાંધીનગરમાં ધરણા કરી રહેલ મહિલાઓ પર PIએ હાથ ઉપાડ્યાનો આંદોલનકારીઓનો આરોપ:VIDEO


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 14:41:16

પોલીસ પરિવારનાં સભ્યોને રહેમરાહે નોકરી આપવાની માંગ સાથે ગાંધીનગરમાં ઘણા સમયથી ધરણા.પોલીસ પરિવારના વર્ગ-3 અને વર્ગ-4 માં નોકરી આપવાની પોલીસ પરિવારોની માંગણી સાથે ગાંધીનગરમાં આંદોલન.પોલીસે અને આંદોલનકારીઓ વચ્ચે ઝપાઝપી સર્જાય હતી.

ગુજરાતમાં અન્ય રાજ્યોની જેમ શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના પરિવારના એક સભ્યને રહેમ રાહે નોકરી આપવાની પડતર માંગણીને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી ધરણા પ્રદર્શન કર્યા હતા. જો કે ધરણાં પર બેઠેલા આંદોલનકારીઓની અટકાયત કરી લેવામાં આવી હતી.

આંદોલનનાં પગલે પોલીસ ખડેપગે તૈનાત કરી દેવાઈ હતી

જેનાં કારણે પોલીસ ખડેપગે તૈનાત કરી દેવાઈ હતી. પોલીસ જવાનોનાં મૃત્યુના કિસ્સામાં રહેમરાહે નોકરી મેળવવા માટે ઘણાં લાંબા સમયથી પોલીસ પરિવારો દ્વારા રાજય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. જો કે વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં આજદિન સુધી રહેમ રાહે નોકરી સહિતની માંગણી બાબતે સરકાર કોઈ હકારાત્મક વલણ અપનાવવા તૈયાર નથી.

રહેમરાહે નોકરી મુદ્દે સરકાર સત્વરે નિરાકરણ લાવે તેવી માંગણી

​​​​​​​આવા સંજોગો આજે પોલીસ પરિવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને રહેમ રાહે નોકરી મુદ્દે સરકાર સત્વરે નિરાકરણ લાવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ અંગે પોલીસ પરિવારના સભ્ય રાહુલ રાવલે જણાવ્યું હતું કે, સરકાર ધ્વારા ખોટો પરિપત્ર કરીને રહેમ રાહે નોકરી આપવામાં આવતી નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં પડતર માંગણીઓ બાબતે યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે