દિલ્લીના જંતર મંતર ખાતે આંદોલનકર્મચારીઓ કરશે વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 11:03:54

શિક્ષકો, માજી સૈનિકો, એસ.ટી વિભાગના કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શવી રહ્યા છે. વિરોધને શાંત કરવા સરકાર પ્રયાસ કરી રહી છે પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. પોતાના પ્રશ્નોનો હજી સુધી ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ 19 સપ્ટેમ્બરના રોજ બેઠક બોલાવી છે જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. જંતર-મંતર ખાતે આગામી કાર્યક્રમો કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

વધુ ઉગ્ર બનશે આંદોલન

રાજ્ય સરકાર એક બાદ એક આંદોલનમાં ઘેરાઈ રહી છે. શિક્ષકો, ખેડૂતો, માજી સૈનિકો, આરોગ્ય કર્મી સહિત અનેક સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવા, સમાન વેતન આપવા, ફિક્સ પગાર આપવામાં આવે સહિતની માગને લઈ જૂના સચિવાલય ખાતે આંદોલનકારીઓએ પ્રદર્શન કર્યું હતું. પરંતુ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંદોલનને વધુ તેજ બનાવા આગામી કાર્યક્રમ જંતર-મંતર પર કરવામાં આવશે તેવું એલાન કરવામાં આવ્યું છે.

માસ સીએલ પર ગયેલા શિક્ષકો વિરૂદ્ધ લેવાશે પગલા

માસ સીએલ પર ઉતરી શિક્ષકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જ્યારે કાળી પટ્ટી પહેરી એસ.ટી વિભાગના કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. ત્યારે માસ સીએલ પર ઉતરેલા શિક્ષકોની સામે પગલા લેવા સરકારે આદેશ આપ્યો છે. માસ સીએલ પર ગયેલા શિક્ષકોને કારણદર્શક નોટિસ પાઠવા શિક્ષણ વિભાગને આદેશ આપ્યો છે.

Gujarat teachers protest for pension - ગુજરાત શિક્ષક વિરોધ જૂની પેન્શન  યોજના – News18 Gujarati

માજી સૈનિકો સાથેની વાતચીત નિષ્ફળ

પોતાના પ્રશ્નોને લઈ માજી સૈનિકો પણ આંદોલન કરી રહ્યા છે. પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા હર્ષ સંઘવીએ તેમની સાથે વાતચીત કરી હતી. પરંતુ તે બેઠક નિષ્ફળ ગઈ છે. બેઠક થયા બાદ પણ તેમની સમસ્યાનો ઉકેલ ન આવતા માજી સૈનિકોનું આંદોલન પણ યથાવત રહેશે. નારાજ થયેલા આર્મી જવાનો રાજ્યપાલને પોતાને મળેલા મેડલ પરત આપી દેશે. 

જંતર-મંતર ખાતે થશે આગામી આંદોલન

એક સમયે શાંત ગણાતું ગુજરાત આજે આંદોલનનો વચ્ચે ઘેરાઈ ગયું છે. મોટા ભાગના સરકારી કર્મચારીઓ સરકારની નીતિથી નારાજ થઈ સરકાર વિરૂદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે. ગાંધીનગર માં ધરણા કરી પોતાની માગ સરકાર સુધી પહોંચાડવા પ્રયત્નો ચાલી રહ્યા છે. જો માગ નહીં સ્વીકારાય તો આગામી આંદોલન દિલ્હીના જંતર-મંતર ખાતે કરવામાં આવશે તેવી જાહેરાત કરાયા બાદ સરકારની ચિંતામાં વધારો થયો છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.