પાક નુકસાન વળતરની જાહેરાત દિવાળી પહેલા થઈ જશે: કૃષિમંત્રી રાઘવજી પટેલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 18:31:28

અતિવૃતિ, વાવાઝોડું, પૂર જેવા સમયે ખેડૂતોના પાકને કે ખેતીની જમીનને નુકસાન થયું તે અંગે કૃષિપ્રધાન રાઘવજી પટેલે મહત્વની જાહેરાત કરી છે. કૃષિપ્રધાને પાક સહાયની જાહેરાત દિવાળી પહેલા થઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. 


શું જાહેરાત કરી કૃષિપ્રધાન રાઘવજી પટેલે?


ખેડૂતોને પાક સહાયને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ગત અતિવૃષ્ટિમાં જે નુકસાન થયું હતો તેનો સર્વે પૂરો થઈ ગયો છે, દિવાળી અગાઉ ખેડૂતોને સહાયની જાહેરાત  કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ગઈ અતિવૃષ્ટિમાં ખેડૂતોના પાકને અને જમીનને જે નુકશાન થયું તેનો સર્વે પૂરો થઈ ગયો છે. તેનો અહેવાલ પણ તૈયાર થઈ ગયો છે. જે મુખ્યમંત્રીની વિચારણા હેઠળ છે. હું માનું છું ત્યાં સુધી દિવાળી પહેલા અસરગ્રસ્ત ખેડૂતોને સહાયની જાહેરાત થઈ જશે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.