અરવલ્લીની શામળાજી ચેકપોસ્ટ નજીક વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપાયું, રૂ.35 લાખનો મુદ્દામાલ જપ્ત


  • Published By :
  • Published Date : 2023-10-31 19:05:42

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા સતત દોડાદોડી કરી રહ્યું છે બુટલેગરો પોલીસની આંખોમાં ધૂળ નાખવા નિતનવા માર્ગો અપનાવી રહ્યા છે. એક તરફ રાજસ્થાનમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ હોઈ ચેકપોસ્ટ સીલ હોવા છતાં દારુની હેરાફેરી ગુજરાત તરફ થઈ રહી છે. જીલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલ પણ પડાવ નાખી વિદેશી દારૂ ભરેલા વાહનો સતત ઝડપી રહી છે. જો કે ગુજરાત પોલીસ દારુ અને નશીલા પદાર્થોને ઝડપી લેવા માટે સતર્ક છે. આવી જ રીતે શામળાજી ચેકપોસ્ટ પરથી વધુ દારુનો જથ્થો ઝડપી લેવાયો છે. શામળાજી પોલીસે  25 લાખ રુપિયાથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરી બુટલેગરને દબોચી લીધો હતો. 


બાતમીના આધારે કાર્યવાહી


રાજ્યમાં દિવાળીના તહેવારને લઈને દારૂની તસ્કરી વધી રહી છે. દારૂની ડિમાન્ડ વધતા બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે અધીરા બન્યા છે. જો કે બીજી તરફ પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં હોવાથી બુટલેગરોના મનસુબાઓ પર પાણી ફરી રહ્યું છે. આજે શામળાજી પીએસઆઈ એસ. કે.દેસાઈ અને તેમની ટીમને રાજસ્થાનના ઉદેપુરથી વિદેશી દારૂ ભરેલ કન્ટેઈનર રતનપુર ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં આવી રહ્યું છે તેવી બાતમી મળતા પોલીસે તે કન્ટેઈનરને અટકાવી કોર્ડન કરી તેની તલાશી લેતા  અંદરથી 445 દારૂની પેટીઓ, 5340 નંગ બોટલો જપ્ત કરી હતી. પોલીસે કન્ટેઈનરના ડ્રાઈવર યમુનાપ્રસાદ રતનસિંહ  રાજપૂત (રહે ભીમ, રાજસમંદ, રાજસ્થાન)ની ધરપકડ કરી દારૂ, કન્ટેઈનર અને મોબાઈલ સહિત કુલ રૂ.35,07,600 નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે વિદેશી દારૂની તસ્કરી કરનારા બુટલેગર હજારી સિંહ રાજપૂત (રહે અજમેર, રાજસ્થાન)ની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે