Ahmedabad : જનતાના 80 કરોડ પાણીમાં! જુઓ એક એવો બ્રિજ જેનું 80 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું ત્યાં સુધી ખબર ના પડી કે આગળ રસ્તો જ નથી... !જુઓ દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-04 12:25:24

ગુજરાતને વિકાસશીલ ગુજરાત કહેવામા આવે છે... અનેક બ્રિજો, રસ્તાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું છે.. અનેક વિસ્તારોમાં બ્રિજ બનવાનું કામ થતું હોય છે.. લોકો જે કર ભરે છે તેમાંથી લોકોને સગવડ મળે તે માટે રોડ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવે છે.. કરોડોનો ખર્ચ રસ્તાઓ અને બ્રિજ પાછળ કરવામાં આવે છે પરંતુ આ ખર્ચ જ્યારે મજાક બની જાય ત્યારે...! 80 કરોડના ખર્ચે અમદાવાદમાં એક બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ તે બ્રિજ પર જો તમે જાવ તો તમને આગળ રસ્તો નહીં પરંતુ દિવાલ મળે...ઔડા અને રેલવે અધિકારીઓના સંકલનના અભાવે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવશે... !

બ્રિજ ઉતરતા જ આવી જાય છે મોટી દિવાલ!

વાત સાંભળવામાં અજીબ લાગી હશે ને પરંતુ આ સચ્ચાઈ છે... દિવ્ય ભાસ્કરનો અહેવાલ વાંચ્યા બાદ જમાવટની ટીમે સ્થળ મુલાકાત લીધી અને જે દ્રશ્યો સામે આવ્યા તે ચોંકાવનારા હતા.. બોપલ-ઘૂમાને શિલજ સાથે જોડતા  બ્રિજના નિર્માણનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં આ કામ પૂર્ણ પણ થઈ જશે.. લોકો માટે બ્રિજ ખુલ્લો પણ મૂકી દેવાશે પરંતુ જ્યારે લોકો તેને પાર કરશે તો તેમની સામે આવશે મોટી દિવાલ...આ બ્રિજનું કામ 80 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે અને ત્યાં સુધી તંત્ર, કોન્ટ્રાક્ટર, આ બ્રિજનું કામ સંભાળતા લોકોને ખબર જ ના પડી કે આગળ દિવાલ આવી જાય છે..!     


કામ પૂર્ણ થવાને આરે છે ત્યારે ખબર પડી? 

જ્યારે આવા દ્રશ્યો આપણી સામે આવે છે ત્યારે પ્રશ્ન થાય કે કોના પૈસે દિવાળી? સ્થાનિકોને સારી સુવિધા મળે તે માટે બજેટ ફાળવવામાં આવે છે અને તે આપણા ટેક્સના રૂપિયાથી..! પરંતુ જ્યારે તંત્રની આવી ઘોર બદેરકારી સામે આવે ત્યારે પ્રશ્ન થાય કે શું આટલા સમય સુધી સત્તાધીશો ઉંઘમાં હતા? બ્રિજ બનાવી દેવામાં આવ્યો અને 80 ટકા કામ પૂર્ણ પણ થઈ ગયું તે બાદ ખબર પડે છે કે આગળ તો ઉતરવા માટે રસ્તો જ નથી... ત્યારે આ બ્રિજ જોયા બાદ તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો...  



22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....