ઈસ્કોન બ્રિજ દુર્ઘટના બાદ AMC તંત્રને જ્ઞાન લાદ્યું, શહેરના 84 જેટલા બ્રિજ પર CCTV લગાવવાનો લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-07-20 23:04:23

અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર થયેલા ગમખ્વાર અકસ્માતથી સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે. આ ગોઝારી દુર્ઘટનામાં 9 નિર્દોષોના મૃત્યુ થયાં બાદ આ ઘટનાના આરોપી તથ્ય પટેલ અને તેના પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે.  લોકોએ તેની બરાબરની ધુલાઈ કર્યા બાદ તેને સીમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. હોસ્પિટલમાંથી તેની સારવાર પૂર્ણ થયાં બાદ પોલીસે તેનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે સમગ્ર ઘટનાક્રમ બાદ સ્થાનિક મ્યુનિસિપલ તંત્ર સામે આંધળી ચિંધવામાં આવી છે. શહેરના આ વ્યસ્ત રોડ પર CCTV ન હોવાથી પોલીસને પણ આ અકસ્માતની તથ્યાત્મક તપાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. 


અંતે AMC તંત્ર જાગ્યું અને લીધો આ નિર્ણય


હ્રદય દ્રાવક અકસ્માત બાદ અમદાવાદ મહાનગરપાલિકાને શહેરના તમામ બ્રિજ પર CCTV લગાવવાનું જ્ઞાન લાધ્યું છે. ઈસ્કોન બ્રીજ પરની આ દુર્ઘટના બાદઅમદાવાદ મહાનગરપાલિકા તંત્રએ  મોટો નિર્ણય લેતા શહેરના બ્રીજો પર CCTV કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે. એસ.જી. હાઈવે ઉપરાંત શહેરના તમામ મોટા અને રાત્રે પણ વ્યસ્ત રહેતા બ્રીજ પર અમદાવાદ મહાનગરપાલિકા CCTV લગાવશે. NHAI દ્વારા એસ.જી. હાઈવે AMCને સોંપવામાં આવ્યા બાદ SG Highway પર પણ CCTV લગાવવામાં આવશે તેમજ બ્રીજ પરની સ્ટ્રીટ લાઈટ શરૂ કરવામાં આવશે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અમદાવાદ શહેરમાં મળેલ સ્ટેન્ડીગ કમિટી અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમસી હસ્તક આવેલ બ્રિજ પર સીસીટીવી લગાવવા સૂચના આપવામાં આવી હતી.


84 જેટલા બ્રિજ પર CCTV 


આજે અમદાવાદમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યૂનિસિપલ કમિશ્નરને શહેરના 84 જેટલા બ્રિજ પર CCTV કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે મ્યૂનિસિપલ કમિશનરને જરૂરી સૂચના પણ આપી દેવામાં આવી છે. જ્યારે આ કેમેરા લગાવ્યા બાદ તેનું મોનિટરિંગ કંટ્રોલરૂમ સેન્ટર ખાતેથી કરાવવાની વ્યવસ્થા ગોઠવવાનું પણ જણાવાયું હતું.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે