Ahmedabad : Bopalમાં ચાલી રહી હતી દારૂની મહેફિલ, નશાની હાલતમાં કરી દીધું ફાયરિંગ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-27 12:21:17

ગુજરાતમાં દારૂબંધી છે તે વાત કહીએ છીએ ત્યારે તે મજાક લાગે છે. દારૂબંધી કાયદાનું ઉલ્લંઘન થતા, કાયદાના ધજાગરા ઉડતા જોવા મળતા હોય છે. જો એવું કહીએ કે આ કાયદો માત્ર કાગળ પૂરતો સીમિત થઈ ગયો છે તો અતિશયોક્તિ ન થાય, આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યા જે સરકારના દાવાને ખોટા સાબિત કરી રહી છે. અમદાવાદના સાઉથ બોપલમાં ગઈકાલ રાત્રે દારૂની મહેફિલ ચાલી રહી હતી અને તે મહેફિલમાં ફાયરિંગ થઈ છે અને આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયો છે તેવી માહિતી સામે આવી છે. આ કેસમાં આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.          


અમદાવાદના બોપલમાં નશાની હાલતમાં યુવકે કર્યું ફાયરિંગ 

એક તરફ ગાંધીનગરના ગિફ્ટસીટીમાં ગાઈડલાઈન્સ પ્રમાણે દારૂની છૂટ આપવામાં આવી છે તો બીજી બાજુ અનેક દારૂડિયાઓ બેફામ બન્યા છે તેવું લાગે છે. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તે કાયદાનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક લોકો એવા હશે જેમને આ કાયદાથી ડર લાગતો હશે. અનેક લોકોને જોતા લાગે કે આ કાયદાને ઘોળીને પી ગયા છે પરંતુ અનેક બીજા એવા લોકો પણ છે જે આ કાયદાથી ડરે છે. જે લોકો આ કાયદાનું પાલન કરતા હશે તેમની સંખ્યા કદાચ ઓછી હશે અને કાયદા ભંગ કરનારની વધારે હશે. ત્યારે અમદાવાદથી એક ઘટના સામે આવી છે જેમાં દારૂની મહેફિલમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. 


પિસ્તોલમાંથી મળી આવ્યો જીવતો કારતુસ 

આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ અંગેની જાણકારી આપતા પોલીસ ઈન્ચાર્જે જણાવ્યું કે દારૂની મહેફિલ દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. તેણે સ્ટાટર પિસ્તોલથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. લગભગ વધારે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાની શક્યતા છે. હાલમાં અમને 7 ખાલી અને એક જીવતો કારતૂસ મળ્યો છે. એક જીવતો કારતૂસ સ્ટાટર પિસ્તોલમાં હતો. એક યુએસએ મેઇડ પિસ્તોલ મળી આવી છે. મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર નામ પૂરતો સીમિત થઈ ગયો છે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .