Ahmedabad : રખડતા ઢોર પકડવાની નીતિમાં AMCએ કર્યો ફેરફાર, જો પશુપાલક પાસે આ પરમિટ નહીં હોય તો... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-31 12:01:19

રખડતા ઢોરનો ત્રાસ કેટલો વધી ગયો છે તે કહેવાની જરૂર નથી. અનેક લોકો કદાચ એવા હશે જેમણે આ ત્રાસને સહન કર્યો હશે. કોઈ વખત જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોવ ત્યારે તમે પણ કદાચ રખડતા ઢોરને કારણે વાહનને જલ્દી ભગાવ્યું હશે. ત્યારે એએમસી દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. અનેક ઢોરને પકડી લેવામાં આવ્યા છે જ્યારે અનેક ઝોનમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે એએમસી દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે કે રઝળતા ઢોરના ત્રાસને અંકુશમાં લેવા માટે નવી ઘડાયેલી નિતિમાં સુધારો કરવામાં આવ્યો છે.  ઢોર રાખવાનું લાઈસન્સ કે પરમિટ નહીં લેનારા પશુમાલિકોએ માત્ર બે દિવસમાં ઢોર શહેરની હદ બહાર ખસેડવાના રહેશે. 

હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર દ્વારા કરાઈ રહી છે કડક કામગીરી 

એક તરફ ખરાબ રસ્તાથી અમદાવાદીઓ તેમજ ગુજરાતીઓ પરેશાન છે તો બીજી તરફ રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ન માત્ર રખડતા ઢોર પરંતુ રખડતા શ્વાનનો ત્રાસ પણ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે જ્યારે રખડતા ઢોર અથવા તો શ્વાન હુમલો કરતા હોય છે, તેમને અડફેટે લેતા હોય છે. અનેક લોકોના મોત પણ આને કારણે થયા છે.  ગુજરાત હાઈકોર્ટે તંત્રને કડક આદેશ આપ્યો છે કે રખડતા ઢોરના ત્રાસનો જલ્દી ઉકેલ લાવવામાં આવે. વાહનચાલકો તેમજ રાહદારીઓને રખડતા ઢોરના હુમલાનો શિકાર બનવું પડે છે. હાઈકોર્ટે આ મામલે કડક આદેશ આપ્યા છે. ઢોર પકડવાની કામગીરી માટે નવી નીતિ ઘડવામાં આવી હતી પરંતુ તેમાં હવે બદલાવ કરવામાં આવ્યો છે. 



ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર થઈ રહી છે - ગુજરાત હાઈકોર્ટ

એએમસી દ્વારા રવિવારે પણ રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી. સાત ઝોનમાં વિવિધ ટીમ બનાવી આ કામને પાર ઉતારવામાં આવ્યું હતું. આ મામલે હાઈકોર્ટ પણ એકદમ કડક વલણ અપવાની રહી છે. હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ ચાલે છે. વાસ્તવિક્તા શું છે તેના સમાચાર અમે ટીવી અને પેપરમાં જોઈએ અને વાંચીએ છીએ. જે અધિકારી આ મામલે ઢીલું વલણ અપનાવી રહ્યા છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટને નામ જણાવવા માટે કહ્યું હતું. એવી માહિતી સામે આવી રહી છે કે ઢોર પકડવા જ્યારે એએમસીની ટીમ મકરબા પ્રાથમિક શાળા નજીક પહોંચી ત્યારે તેમની પર હુમલો કરાયો છે.  

આરએમસી દ્વારા કરાઈ રહી છે રખડતા ઢોર પકડવાની કામગીરી 

હાઈકોર્ટના કડક વલણ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઢોર પકડવાની ઝુંબેશ ચાલી રહી છે તો બીજી તરફ અનેક જગ્યાઓ પર રખડતા શ્વાનને પકડવાની કામગીરી ચાલી રહી છે. રખડતા શ્વાન તેમજ રખડતા ઢોરનો ત્રાસ ન માત્ર અમદાવાદના પરંતુ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદ સિવાય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત સામે આવી છે. આરએમસી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .