Ahmedabad : BRTS રૂટમાં ઘૂસેલી ગાડીએ સર્જ્યો અકસ્માત, ઓવરસ્પીડમાં આવેલી ગાડીએ રેલિંગ તોડી, જાનહાની ટળી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-11 11:59:33

અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતના સ્વજનોને ગુમાવ્યા છે. પ્રતિવર્ષ અકસ્માતની સંખ્યા વધતી જઈ રહી છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો છે તેમાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ અકસ્માત લોકોને વિચાર કરી દે તેવો છે. બીઆરટીએસ રૂટમાં અનેક વાહનો ઘૂસી જતા હોય છે અને અકસ્માત સર્જાતો હોય છે. અમદાવાદમાં મોડી રાત્રે બોપલ વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે જેમાં બીઆરટીએસ રૂટની રેલિંહ તોડી કાર ઘૂસી ગઈ હતી. અકસ્માત થતાં વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. ફરાર કારચાલકને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

 અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં ધનતેરસની મોડી રાતે એક અકસ્માત સર્જાયો છે. બોપલમાં એક કાળા રંગની કારે BRTS રૂટની રેલિંગ પર કાર ધુસાડી દીધી હતી. જે બાદ ચાલક પોતાની મોંઘીદાટ કાર મુકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઇને જાનહાની થયાના સમાચાર હજી સુધી નથી મળ્યા. બોપલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 આ અંગે મળતી માહિતી પ્રમાણે, વાહનોની પૂરપાટ ઝડપથી ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલા બીઆરટીએસ રૂટમાંથી એક કાળા રંગની કાર પૂરપાટ ઝડપે જઇ રહી હતી. જેની સ્પીડને કારણે ચાલકે બીઆરટીએસની રેલિંગમાં જ કાર અથડાવી દીધી છે. આ અકસ્માતને કારણે કારના આગળના ભાગના રેલિંગ સાથે અથડાઇને ભુક્કા બોલી ગયા છે. જ્યારે મજબૂત રેલિંગ પણ તૂટી ગઇ છે.

બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી ગઈ મોંઘીઘાટ ગાડી 

રાજ્યના અનેક શહોરોમાં બીઆરટીએસ બસની સુવિધાઓ આપવામાં આવે છે. સીટી બસ ઉપરાંત બીઆરટીએસ બસ પણ રસ્તાઓ પર દોડતી હોય છે જેને કારણે લોકોને અવર-જવરમાં મુશ્કેલી ના પડે. બીઆરટીએસ બસ માટે અલગ રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. બીઆરટીએસ કોરીડોરમાં એ બસ સિવાય અન્ય બીજા કોઈ વાહનને મુખ્યત્વે એન્ટ્રી નથી આપવામાં આવતી. પરંતુ અનેક વખત આ કોરિડોરમાં વાહનો ઘૂસી જતા હોય છે અને દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આવો જ એક અકસ્માત અમદાવાદના બોપલમાં ધનતેરસના દિવસે સર્જાયો છે જેમાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ માલહાની થઈ છે. 

 આ પૂરપાટ ઝડપે દોડીને અકસ્માત સર્જનારી કારનો નંબર HR 72B 4050 છે. જેનાથી જોઇ શકાય છે કે, આ કારનું પાસિંગ અન્ય રાજ્યનું છે.

 આ અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ત્યાં પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ત્યાં આવીને આ કારને જોઇ રહ્યા હતા.

કારના આગળના ભાગનો બોલાઈ ગયો ભૂક્કો 

અમદાવાદના બોપલમાં ધનતેરસની મોડી રાત્રે બીઆરટીએસ કોરિડોરમાં એક મોંઘી ઘાટ ગાડી ઘૂસી ગઈ હતી જેને કારણે અકસ્માત સર્જાયો છે. એક કાળા રંગની કાર બીઆરટીએસ કોરિડોરમાં રેલિંગ સાથે અથડાઈ ગઈ. રેલિંગ સાથે અથડાયા બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોતાની મોંઘી ગાડી છોડીને. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી દુર્ઘટના નથી સર્જાઈ. વાહનોની પૂરપાટ ઝડપથી આવેલી ગાડીએ ફરી એક વખત અકસ્માત સર્જ્યો છે. રેલિંગ સાથે અથડાવાને કારણે કારની આગળના ભાગનો ભુક્કો નિકળી ગયો હતો. અકસ્માત સર્જાતા કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ફરાર કારચાલકને શોધવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.  

 બુધવારે રાતે પણ ઓવર સ્પીડના કારણે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમા બે લોકોના મોત નીપજ્યા હતા. ગોદરા હાઈવે પર કાર અચાનક ઓવર સ્પીડમાં ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બે લોકોના મોત થયા છે. પોલીસે આપેલી માહિતી અનુસાર, મૃતકોની ઓળખ રવિરાજ સિંહ (32) અને દેહરાજ સિંહ (22) તરીકે થઈ છે. જેઓ કારમાં આગળ બેઠેલા હતા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. કારના અન્ય બે મુસાફરોને ઈજાઓ પહોંચી હતી અને તેમને અમદાવાદની સોલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..