Ahmedabad ક્રાઇમ બ્રાન્ચએ વધુ એક નકલી અધિકારીને પકડ્યો! આ ભાઈએ તો Policeને પણ ના છોડ્યા!


  • Published By :
  • Published Date : 2024-09-10 18:44:34

કિરણ પટેલ આ નામ તો તમને યાદ જ હશે... કઈ રીતે કિરણભાઈ નકલી પીએમઓ અધિકારી બનીને કઈ રીતે લોકોને ઉલ્લુ બનાવતો હતો હવે કિરણ પટેલને પણ સારો કહેવડાવે એવો નકલી અધિકારી પકડાયો છે..  તાજેતરમાં અમદાવાદમાં જુદી જુદી સરકારી એજન્સીમાં મોટા અધિકારી હોવાની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપી ભરત છાબડાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ભરતની મોડસ ઓપરેન્ડી મહાઠગ કિરણ પટેલને પણ પાછળ છોડી દે તેવી છે.  

કેવી રીતે સામે આવ્યો આખો કેસ?

કિરણ પટેલે તો નેતાઓને જ શીશામાં ઉતારતો પણ ભરતનું નેટવર્ક તો પોલિટિશિયન્સથી લઈ પોલીસ સુધી ફેલાયેલું છે. ભરત છાબડાએ જ્યારે જમ્મુમાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં સિક્યોરિટી સાથે પ્રવેશ કર્યો ત્યારે એક અધિકારીને શંકા ગઈ હતી. જેથી તેણે પીએમઓનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલો સામે આવ્યો. અને બાદમાં ક્રાઇમ બ્રાન્ચને ભરતની આખી કુંડળી મળી તે અમદાવાદ પોલીસને દારૂની માહિતી આપી રોકડી કરતો હતો અને હરિયાણામાં પોલીસકર્મીની બદલીમાં 5000થી 50,000 રૂપિયા સુધીની કટકી કરતો હતો. 



આવી ઓળખ આપતો!  

ભરત છાબડા ખોટો પ્રભાવ ઊભો કરવા પોતે CBI અને રો સાથે સંપર્કમાં, કેન્દ્રના ઉચ્ચ અધિકારીના સંપર્કમાં, રાજકીય સંપર્કમાં છું તેવી ઓળખ આપતો હતો. આરોપી હરિયાણામાં રહેતો હતો ત્યાં પણ ખોટા પ્રભાવ ઊભા કરીને લોકોને વિશ્વાસ અપાવતો હતો. અન્ય રાજ્યો અને બીજા જિલ્લામાં આ રીતે ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી હશે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.પછી ભેદ ઉકેલાશે!  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .