સંસદમાં PM Modiએ આપેલા ભાષણને મોડીફાઈ કરી વાયરલ કરનાર વ્યક્તિને Ahmedabad Cyber Crime Branchએ ઝડપી પાડ્યો! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-13 16:10:24

હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયાના જમાનામાં આસાનીથી અનેક વીડિયો વાયરલ થઈ જતા હોય છે. અનેક વખત એવું પણ બને છે કે તથ્ય જાણ્યા વગર અનેક લોકો વીડિયોને શેર કરી દેતા હોય છે. ત્યારે એક વીડિયો પીએમ મોદીનો વાયરલ થયો હતો જેમાં તે અનામતના વિરૂદ્ધમાં હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. એ ભાષણ વડાપ્રધાન મોદીએ સંસદમાં આપ્યું હતું 7 ફેબ્રુઆરીએ.. વાસ્તવમાં પીએમ મોદી જવાહરલાલ નહેરૂને લઈ વાત કરી રહ્યા હતા પરંતુ તે વીડિયોને કટ, કોપી અને એડિટ કરવામાં આવ્યો. ત્યારે તે એડિટેડ વીડિયોને વાયરલ કરવા બદલ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. 

પીએમ મોદીએ રાજ્યસભામાં અનામતને લઈ આપ્યું હતું ભાષણ!

જે ભાષણનો વીડિયો વાયરલ થયો હતો તે ભાષણમાં પીએમ મોદીએ અનામત વિશે વાત કરી હતી. પોતાના ભાષણમાં તેમણે જવાહરલાલ નહેરૂનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જવાહરલાલ નહેરૂ અનામતના વિરૂદ્ધમાં હતા. જવાહરલાલ નહેરૂનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમણે રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો. પત્રમાં લખ્યું હતું કે  “મને કોઈપણ પ્રકારનું રિઝર્વેશન પસંદ નથી, ખાસ કરીને સેવાઓમાં. હું બિનકાર્યક્ષમતા અને બીજા-દરના ધોરણો તરફ દોરી જાય તેવી કોઈપણ બાબતની સખત વિરુદ્ધ છું” પરંતુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ હતો જે એડિટેક હતો અને તેમાં એવું દર્શાવવામાં આવ્યું કે પીએમ મોદી અનામતના વિરૂદ્ધમાં છે. પરંતુ વાસ્તવમાં તે જવાહરલાલ નહેરૂ અંગે વાત કરી રહ્યા હતા. ત્યારે આ એડિટેડ વીડિયોને વાયરલ કરવા બદલ અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે મહેન્દ્રભાઈ ડોડીયાને પકડી લીધા છે.    



સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો પીએમ મોદીનો એડિટેક વીડિયો!

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા અનેક વખત શાંતિપૂર્ણ વાતાવરણને ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આવું અનેક વખત કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા સંસદની કાર્યવાહી પૂર્ણ થઈ હતી. 7 ફેબ્રુઆરીમાં જ્યારે રાજ્યસભામાં પીએમ મોદીએ ભાષણ આપ્યું હતું ત્યારે તેમણે અનામતને લઈ વાત કરી હતી. તે બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે પીએમ મોદીના ભાષણનો હતો પરંતુ એડિટેક હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આ વાયરલ વીડિયોને લઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી.અને તે ફરિયાદના આધારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહેન્દ્રભાઈ ડોડીયાને પકડી લીધા છે.    


ફેક્ટ ચેક કર્યા વગર આપણે ના કરીએ કોઈ વીડિયો શેર!

મહત્વનું છે કે સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા પણ છે. ખોટી વસ્તુઓ, ખોટી માહિતી પણ અનેક વખત વાયરલ થઈ જતી હોય છે અને Fact ચેક કર્યા વગર  લોકો તેને શેર પણ કરી લેતા હોય છે. ત્યારે કોઈ પણ વીડિયોને શેર કરતા પહેલા આપણે પણ તે વીડિયો અંગેની પુષ્ટી કરીએ. ખોટી વસ્તુ આપણે શેર ના કરીએ તેનું ધ્યાન રાખીએ.. 



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.