Vadodara દુર્ઘટના બાદ અમદાવાદ DEOએ શાળાને આપ્યા આદેશ! જો પરવાનગી વગર પ્રવાસનું આયોજન કરાયું તો...., જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-01-27 13:15:00

થોડા દિવસ પહેલા વડોદરાના હરણી લેકમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બોટ પલટી જવાને કારણે નાના ભૂલકાઓ અને શિક્ષકો મૃત્યુને ભેટ્યા હતા. અનેક ભૂલકાઓના જીવ ગયા બાદ તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્ટિવ મોડમાં આવ્યા છે. પ્રવાસ અંગે લાપરવાહી નહીં ચલાવવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. બાળકોને પ્રવાસ લઈ જતા પહેલા જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી ફરજિયાત લેવી પડશે તેવો આદેશ આપવામાં આવ્યો છે.

વડોદરા બોટ દુર્ઘટના, આ મામલે એફઆઈઆર માં 18 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે  - Vadodara Boat Tragedy FIR registered against 18 people what charges laid


વડોદરા દુર્ઘટના બાદ એક્શન મોડમાં દેખાયું શિક્ષણ વિભાગ! 

શાળામાંથી બાળકોને પીકનીક લઈ જવામાં આવે છે. ફરવા માટેનો ઉત્સાહ બાળકોમાં હોય છે. પરંતુ અનેક વખત બહાર ગયેલા બાળકો ઘરે પાછા નથી આવતા, દુર્ઘટનાનો શિકાર થઈ જાય છે. તાજેતરમાં બનેલી ઘટના આનું પ્રત્યક્ષ ઉદાહરમ છે. પીકનીક માટે ગયેલા બાળકો નિશ્ચેતન થઈને ઘરે આવ્યા હતા. આ દુર્ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ દુર્ઘટનાને લઈ તપાસનો ધમધમાટ ચાલી રહી રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આગામી દિવસોમાં આવી દુર્ઘટના ટળી શકે તે માટે કાર્યો કરવામાં આવી રહ્યા છે.

Vadodara: Paresh Shah was arrested in the Vadodara boat accident | Vadodara:  વડોદરા બોટ દુર્ઘટના મામલે SITને મળી મોટી સફળતા, મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો

પ્રવાસ પર લઈ જતા પહેલા પરવાનગી લેવી કરાઈ ફરજિયાત! 

વડોદરા દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે પીકનીક પર લઈ જતા પહેલા પરવાનગી લેવી પડશે. શાળા બાળકોના પ્રવાસનું આયોજન કરે તોતે  પહેલા જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી ફરજિયાત લેવી પડશે. અને જો મંજૂરી વગર પ્રવાસનું આયોજન કરવામાં આવશે તો શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી છે. કોઈ પણ લાપરવાહી નહીં ચલાવી લેવામાં આવે તેવી વાત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે. 


દુર્ઘટનામાંથી નથી લેતા બોધપાઠ!

તંત્ર સફાળું જાગ્યું છે તે વાત સારી છે પરંતુ અચાનક જાગેલું તંત્ર ગમે ત્યારે સૂઈ જાય છે. દુર્ઘટના સર્જાય તેના થોડા દિવસો સુધી આવી કાર્યવાહી, આવા આદેશો કરવામાં આવે છે, આગામી દિવસોમાં આવી દુર્ઘટના ન સર્જાય તેવું ધ્યાન રાખીશું જેવી વાતો કરવામાં આવે છે પરંતુ આવી કાર્યવાહી થોડા દિવસો બાદ બંધ થઈ જતી હોય છે. થોડા દિવસો બાદ આવી દુર્ઘટના લોકો પણ ભૂલી જતા હોય છે અને પછી તંત્ર પણ ભૂલી જાય છે...! 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે