Ahmedabad : ડો. વૈશાલી જોશી કેસમાં આવી મોટી અપડેટ, પોલીસે પીઆઈ ખાચર વિરૂદ્ધ આટલા દિવસો બાદ નોંધી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2024-03-15 17:34:08

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ડોક્ટર મહિલાએ પોતાની સ્યુસાઈડ નોટમાં પીઆઈ ખાચરના નામનો ઉલ્લેખ કર્યો હતો. પીઆઈ ખાચરના પ્રેમમાં ડો. વૈશાલી જોશી પડ્યા હતા. પીઆઈ ખાચર પહેલેથી પરણિત હતા તેમ છતાંય તેમણે ડો.વૈશાલી જોશીને પ્રેમ જાળમાં ફસાઈ. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારે મહિલા ડોક્ટરને ખબર ન હતી પરંતુ તે બાદ તેને આ વાતની જાણ થઈ. પીઆઈને મળવા માટે તે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા હતા પરંતુ તે મળ્યા નહીં. પીઆઈએ તેમને ઈગ્નોર કર્યા. જ્યારથી આ ઘટના બની ત્યારથી પીઆઈ ફરાર છે, અનેક દિવસો વિત્યા છતાંય પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં ના આવી હતી પરંતુ અંતે પોલીસે પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 

પરણિત હોવા છતાંય પીઆઈએ રાખ્યો ડો.વૈશાલી સાથે સંબંધ!

એસ્ટ્રા મેરિટીયલ અફેરના અનેક કિસ્સાઓ આપણી સામે છે. પત્ની હોવા છતાંય બીજાને પ્રેમમાં ફસાવે છે. ડો. વૈશાલી જોશી કેસમાં પણ એવું જ થયું, પીઆઈ ખાચર પહેલેથી પરણિત હતા પરંતુ તો પણ તેમણે ડો.વૈશાલી સાથે સંબંધ રાખ્યો એ પણ અનેક વર્ષો સુધી. લગભગ ચાર વર્ષથી બંને એકબીજા સાથે પ્રેમસંબંધમાં હતા. એવી માહિતી સામે આવી છે કે વૈશાલી જોશીને ખબર ન હતી કે તે પરણિત છે પરંતુ જ્યારે ખબર પડી ત્યારે તે પીઆઈને મળવા માટે ગયા, પરંતુ તે વખતે પણ તે ના મળ્યા. જો મળ્યા હોત તો ડો. વૈશાલી જોશીએ આ કદમ ના ઉઠાવ્યો હોત. કારણ કે વૈશાલી જોશીના પિતાએ તો પહેલેથી જ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ઉપરાંત નથી તો ભાઈ. માત્ર માતા અને બહેન છે. બહેન પણ વિદેશમાં છે. 


પોલીસે નોંધી પીઆઈ ખાચર વિરૂદ્ધ ફરિયાદ!

તો બીજી તરફ આ કેસને લઈ પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. અનેક લોકોનું આ કેસને લઈ નિવેદન પોલીસે નોંધ્યું છે. વૈશાલી જોશીના પરિવારના સભ્યોનું નિવેદન લેવા માટે પોલીસ તેમના વતને પહોંચી હતી. દીકરીને ન્યાય અપાવવા માટે સમાજ એક થયો હતો. ન્યાય મળે તે માટે આવેદન પત્ર આપવામાં આવશે. મહત્વનું છે કે જ્યારથી આ ઘટના બની ત્યારથી પીઆઈ ખાચર ફરાર હતો. નોટમાં પીઆઈ ખાચરનું નામ હોવા છતાંય પોલીસે પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ કેમ ના કરી? પોલીસે પીઆઈ પર રહેમ નજર રાખી હોય તેવા અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ અંતે પોલીસે પીઆઈ ખાચર વિરૂદ્ધ ફરિચાદ નોંધી છે.  

 


આત્મહત્યા કરતા પહેલા પોતાના પરિવારનું પણ નથી વિચારતા લોકો! 

પ્રેમમાં નિષ્ફળતા મેળવનાર અનેક લોકો પોતાના જીવનને ટૂંકાવી દેતા હોય છે. પ્રેમમાં પાગલ થયેલા લોકો એક વખત પણ એવું નથી વિચારતા કે તેમના ગયા પછી તેમના પરિવારનું શું થશે? પરિવારના સભ્યોનું પણ તે નતી વિચારતા. તેમના માતા પિતા અંગે પણ નથી વિચારતા કે તેમના પર શું વિતશે જ્યારે તેમના સંતાનનો મૃતદેહ તે જોશે. પ્રેમમાં નિષ્ફળતા વ્યક્તિએ એક વાર તો પોતાના પરિવાર વિશે વિચારવું પડશે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.