Ahmedabad - ખ્યાતી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2એ જીવ ગુમાવ્યા જ્યારે અનેક લોકોની હાલત ગંભીર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-12 13:13:07

હોસ્પિટલમાં જ્યારે કોઈ દર્દી જાય છે ત્યારે તે સાજા થવાની ઈચ્છા સાથે જાય છે.. પરંતુ અનેક કિસ્સાઓમાં એવું થાય છે કે હોસ્પિટલ વાળાની બેદરકારીને કારણે તેમનો જીવ ગુમાવો પડતો હોય છે.. ત્યારે એવો જ કિસ્સો અમદાવાદની ખ્યાતી હોસ્પિટલથી સામે  આવ્યો છે... કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ યોજ્યો હતો અને પરિવારજનનની જાણ કર્યા વગર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી તેવી વાત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે.. પરિવારની જાણ બહાર 19 એન્જિયોગ્રાફી, 7 એન્જિયોપ્લાસ્ટી કરી નાખતા 2 દર્દીના મોત અને 7 લોકો હાલ ICUમાં દાખલ કરવામાં આવ્યા છે... 

શું કહેવું છે ગામના સરપંચનું?

આ ઘટના થયા બાદ પરિવારજનોનો આક્રોશ ચરમસીમા પર પહોંચ્યો છે... ઘટનાને પગલે ગ્રામજનો વહેલી સવારથી હોસ્પિટલ પહોંચી ગયા છે અને અનેક લોકો ત્યાં તોડફોડ પણ કરી હતી.. ગામના સરપંચનું કહેવું છે કે આ હોસ્પિટલે એવા જ લોકોને બોલાવ્યા હતા જેમની પાસે આયુષ્માન કાર્ડ હોય .... સરકારી યોજનાના નામ પર હોસ્પિટલ ફ્રોડ કરે છે તેવી વાત તેમણે કહી... આ અંગે ઋષિકેશ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે.. 



સ્ટોરી અપડેટ થઈ રહી છે....



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....