Ahmedabad : Flower Showનો આજથી થયો પ્રારંભ, અનેક પ્રતિકૃતિઓ બની આકર્ષણનું કેન્દ્ર, જુઓ સુંદર તસવીરો


  • Published By :
  • Published Date : 2023-12-30 11:53:28

પ્રકૃતિમાં વિવિધ પ્રકારની સુંદરતા રહેલી છે. ક્યાંક ઝરણા વહે છે તો ક્યાંક ફૂલો આપણી આંખોને ઠંડક પહોંચાડે છે. પ્રકૃતિ સાથે જેટલા જોડાયેલા રહીશું તેટલા આપણે એક્ટિવ રહીશું તેવું સામાન્ય રીતે માનવામાં આવે છે. ફૂલોનું આપણા જીવનમાં ઘણું મહત્વ રહેલું હોય છે. આસપાસના વાતાવરણને મહકેવામાં ફૂલ મહત્વની ભૂમિકા ભજવે છે. અનેક લોકોને ઘરમાં ફૂલો વાવવાનો શોખ હોય છે. ફૂલના પણ અનેક પ્રેમિઓ હોય છે. ત્યારે ફૂલ પ્રેમીઓને ગમે તેવો શો એટલે કે ફ્લાવર શોનો શુભારંભ અમદાવાદમાં આજથી થઈ ગયો છે.     

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ફ્લાવર શોનું ઉદ્ધાટન 

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવર શોનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રીએ ફ્લાવર શોને લોકો માટે ખુલ્લો મૂક્યો છે. દર વખતે આ શોને લઈ ફૂલો પ્રેમીઓમાં ઉત્સાહ હોય છે ત્યારે આ વર્ષે અલગ અલગ પ્રતિકૃતિઓ ફૂલોમાંથી બનાવવામાં આવી છે. જે પ્રતિકૃતિઓની વાત કરવામાં આવી રહી છે. ફ્લાવર શોમાં આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ રાખવામાં આવી છે. આજથી શરૂ થયેલો ફ્લાવર શો 15 જાન્યુઆરી સુધી ચાલશે. જેમા સવારે 9થી રાત્રે 10 સુધી પ્રવેશ આપવામાં આવશે. તે ઉપરાંત 33 સ્ક્લપચર દ્વારા ગુજરાતની અસ્મિતાની ઝાંખી જોવા મળશે.     

 અમદાવાદમાં યોજનર આ ફ્લાવર શોમાં પહેલીવાર 15 લાખથી વધુ ફૂલ છોડ શહેરીજનોને જોવા મળશે. (તસવીર: પ્રણવ પટેલ)

 રિવર ફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોમાં આવતાં લોકો માટે સામાન્ય દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી 50 રૂપિયા લેવામાં આ‌વશે. જ્યારે શનિવાર અને રવિવારના દિવસે ફ્લાવર શોમાં રૂ. 75 ફી પેટે વસૂલવામાં આ‌વશે. આ ફ્લાવર શોમાં 12 વર્ષથી નાના બાળકોને મફતમાં પ્રવેશ આપવામાં આવશે. (તસવીર: પ્રણવ પટેલ)

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલે આ અંગે જણાવ્યુ છે કે, અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શો શેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ, વિક્રમ લેન્ડર (ચંદ્રયાન 3)ની પ્રતિકૃતિ જેવા આગવા આકર્ષણો જોવા મળશે. (તસવીર: પ્રણવ પટેલ)


કેટલો છે ફ્લાવર શોની ટિકિટનો દર?

અમદાવાદ ફ્લાવર શોના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર સુધી વ્યક્તિ દીઠ રૂ.50ની ફી અને વીક એન્ડના દિવસો શનિ અને રવિવાર માટે વ્યક્તિદીઠ રૂ.75ની ફી નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષ કરતાં ટિકિટનો ભાવ લગભગ ડબલ રાખવામાં આવ્યો છે. જોકે, 12 વર્ષ સુધીના બાળકો તેમજ સરકારી, મ્યુનિસિપલ અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે ફ્લાવર શોની મુલાકાત નિઃશુલ્ક રહેશે. આ વખતે ફ્લાવર શો જોવા માટે આવનારા મુલાકાતીઓ માટે મિલેટ્સ આધારીત નાસ્તાના વધુ ફુડ સ્ટોલ પણ લગાવવામાં આવશે. મુલાકાતીઓને નાસ્તાની સુવિધા મળી રહે તે માટે ફુડ કોર્ટ અને સ્ટોલની વ્યવસ્થા કરાશે અને તેમાં મિલેટ્સ આધારિત નાસ્તાની સામગ્રીઓ મુકવામાં આવશે. ફ્લાવર શોની જેમ બુક ફોરમાં પણ મિલેટ્સ આધારિત વાનગીઓ ફુડ કોર્ટમાં જોવા મળશે. 

 અમદાવાદમાં યોજનર આ ફ્લાવર શોમાં પહેલીવાર 15 લાખથી વધુ ફૂલ છોડ શહેરીજનોને જોવા મળશે. (તસવીર: પ્રણવ પટેલ)

 આ ફ્લાવર શોમાં સેવંતી, વીમ્કા, ગજેનીયા, કોલિયસ, તોરણિયા, અર્ચીડ, જલબેરા, લીલીયસ, મારીગોલ્ડ, એન્થુરીનીયમ, એમરેન્સ લીલી જેવા આશરે 15 લાખ વધુ ફૂલછોડ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. (તસવીર: પ્રણવ પટેલ)

ફ્લાવર શોનું શું છે મુખ્ય આકર્ષણ?


આ વર્ષે ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર સરદાર પટેલનું સ્ટેચ્યુ છે. પહેલી વખત ફ્લાવર શોમાં 6 મીટર સરદાર પટેલનું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શોમાં  કાર્ટુન કેરેક્ટર, નવું સંસદ ભવન, સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન, વડનગરના કીર્તિ તોરણ સહિત 33 સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં GSLV MK 3 રોકેટનું સ્કલ્પચર મુખ્ય છે. ફ્લાવર શોમાં 800 કરતા વધુ પ્રકારના ફુલ- છોડ તથા લેન્ડસ્કેપિંગ કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં વાયબ્રન્ટ સમીટનું આયોજન કરવામાં આવ્યું હોવાથી વિદેશી અગ્રણીઓ પણ AMCના ફ્લાવર શોની મુલાકાતે આવે તેવી શક્યતાને ધ્યાનમાં લઈને આગામી ફ્લાવર શો શ્રેષ્ઠ અને ઈન્ટરનેશનલ કક્ષાનો બનાવાશે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.