Ahmedabad : સાંભળો એક એવા પરિવારની કહાણી જે આપણી વચ્ચે તો રહે છે પરંતુ તે એકદમ અલગ જીંદગી જીવે છે, Devanshi Joshiની દિવ્યા સાથે કટિંગ વાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-25 12:16:20

આપણે આપણી જીંદગીમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણી આસપાસ રહેતા લોકો વિશે આપણે જાણતા નથી... અનેક લોકોને તો એ પણ ખબર નથી હોતી કે તેમના પાડોશમાં કોણ રહે છે, તેમના ઘરમાં કામ કરવા આવતા લોકો કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવે છે વગેરે વગેરે...આપણે તો તેમને પડતી તકલીફો વિશે નથી જાણતા પરંતુ રાજનેતાઓ પણ  એવા વિસ્તારોની મુલાકાત નથી લેતા. 

જમાવટની ટીમે એવા પરિવારની મુલાકાત લીધી જે.. 

ચૂંટણી સમયે જે ગરીબ લોકોની પરિસ્થિતિ સુધારવાની વાત રાજનેતાઓ પોતાના ભાષણમાં કરતા હોય છે તે ગરીબ પરિવાર કેવી રીતે ગુજરાન ચલાવે છે, તેમને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તે જોવા રાજનેતાઓ નથી જતા...ત્યારે જમાવટની ટીમે એક એવા પરિવારની મુલાકાત કરી જે ઘરોમાં કામ કરીને, રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.... અમદાવાદને આપણે વિકસીત શહેર માનીએ છીએ, વિકસીત શહેર છે પણ ખરૂં પરંતુ આપણે એવા લોકોને આપણી સાથે લઈને ચાલવાનું ભૂલી ગયા છીએ કદાચ જે આપણી જેમ આ સમાજનો હિસ્સો છે.... 


અમારી જેવી રીતે જીંદગી વિતી તેવી જીંદગી તેમના બાળકો ના જીવે... 

ચૂંટણી સમયે નેતાઓને ગરીબ પરિવાર યાદ આવે છે, તેમને આગળ લાવવા માટે પ્રયાસો કરવામાં આવશે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી શું નેતાઓને આવા ગરીબ પરિવારો યાદ આવે છે ખરા? ના, અને જો કદાચ આવા ગરીબ પરિવારો યાદ આવતા હોત તો આજે આવા લોકોને આવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડ્યો હોત.. જ્યારે મજૂરી કરીને, ઘરના કામો કરીને ગુજરાન ચલાવતા પરિવારની મુલાકાત લઈએ છીએ ત્યારે એક વાત સામાન્ય જોવા મળે છે..માતા પિતા કહેતા સંભળાય છે કે અમે આવી મજૂરી કરી પરંતુ તમને આવી મજૂરી નહીં કરવા દઈએ... આ કિસ્સામાં પણ આવું જ છે... 


બાળકોના સારા ભવિષ્ય માટે માતા પિતા કરે છે મજૂરી 

માતા ઈચ્છે છે કે તેમના સંતાન આવી સ્થિતિમાંથી પસાર ના થાય. પરંતુ તેમની એક દિકરી મોટી થઈને તેમના જેવું કામ કરવા માગે છે કારણ કે તેને પોતાની માતાને ટેકો કરવો છે... જેવી મજૂરી માતા કરે છે તેને જોઈ હેતલબેનની દીકરી દિવ્યાને દયા આવી ગઈ... વાત કરતા કરતા તે ભાવુક પણ થઈ ગઈ... જે બાળકોએ પોતાના માતા પિતાને મજૂરી કરતા જોયા છે તેવા બાળકો એવું જ ઈચ્છે કે તે જલ્દી મોટા થાય અને તેઓ કામ પર લાગી જાય જેને કારણે તેમના માતા પિતાને કામ ના કરવું પડે... જે ઘરની મુલાકાત દેવાંશી જોષીએ કરી તે તેમના ઘરે કામ કરવા આવે છે.. 


જાગૃતિના અભાવને કારણે નથી હોતી યોજનાઓની જાણકારી

હેતલબેનના પરિવારે આખી કહાણી જણાવી. મતને લઈ હેતલબેનના પરિવારનો મત શું છે તે જાણવાની કોશિશ કરી.. મતદાનને લઈ, સરકારી યોજનાઓને લઈ તે લોકો કેટલા જાગૃત છે તે જાણવાનો પ્રયાસ કર્યો.. મહત્વનું છે કે અનેક સરકારી યોજનાઓ છે જેનો લાભ અનેક લોકો લે છે પરંતુ અનેક એવા લોકો પણ છે જેમની પાસે એટલી જાણકારી નથી હોતી યોજનાઓને લઈ... 


મજૂરી કરીને જીવન ગુજારનારી અનેક પેઢીઓ આવી રીતે ગુજરી છે... 

એક ભારત એવું છે જે આપણે રોજે જોઈએ છીએ પરંતુ એક ભારત એવું પણ છે જે આ ભારત કરતા એકદમ અલગ છે. જ્યાં સુધી આપણે આ ભારતને સાથે લઈને નહીં ચાલીએ ત્યાં સુધી આ ભારતની પરિસ્થિતિ નહીં બદલાય... જે પરિસ્થિતિમાં માતા હોય છે , તે જ પરિસ્થિતિમાં તે બાળક પણ જીવે છે અને આ એક વિષચક્ર છે જેમાં પેઢીઓની પેઢીઓ વહી જાય છે....  



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો