અમદાવાદ હિટ એન્ડ રન કેસ: તથ્ય સાથે ગાડીમાં બેઠેલા મિત્રો સાથે શું થયું? કોણ હતા તે જાણો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-22 15:13:28

છેલ્લા બે દિવસથી દરેક જગ્યાઓ પર અમદાવાદના ઈસ્કોનમાં બનેલી ઘટનાઓ વિશે ચર્ચા કરવામાં આવી રહી છે. તથ્ય પટેલની ગાડીથી 10 લોકોના જીવ ગયા. મૃતકોમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. તથ્ય પટેલ તેમજ પ્રજ્ઞેશ પટેલના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. જ્યારે મૃતકોના મૃતદેહ તેમના ઘરે પહોંચ્યા અને જ્યારે અંતિમ સંસ્કાર કરવા માટે યાત્રા નીકળી ત્યારે જે દ્રશ્યો સર્જાયા હતા તે ખુબ કરૂણ હતા. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. પરિવારજનોમાં શોક તો હતો પરંતુ આક્રોશ પણ વધારે હતો. જે તથ્ય પટેલની ગાડીથી અકસ્માત સર્જાયો હતો તેમાં તે એકલો ન હતો તેની સાથે તેના મિત્રો પણ હતા. તથ્ય પટેલ સાથે આર્યન પંચાલ, શાન સાગર, ધ્વનિ પંચાલ, શ્રેયા વઘાસિયા અને માલવિકા પટેલ ગાડીમાં બેસી કેફેથી પરત આવી રહ્યા હતા.તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.   

ટોળાના ગુસ્સાથી બચી ફરાર થઈ ગયા હતા તથ્યના મિત્રો 

તથ્ય પટેલ વિશે તો બધાંયે જાણી લીધું પરંતુ ગાડીમાં બેઠેલા બીજા યુવાનો વિશે કોઈને માહિતી નથી. અકસ્માત સમયે કારમાં તથ્ય સાથે તેના 5 મિત્રો હતા જેમાં 3 યુવતી અને 2 યુવક હતાં. મિત્રો ભેગા થઈને ઘરેથી બોપલના એક કાફેમાં વોફલ્સ ખાવા માટે નીકળ્યા હતા. વોફલ્સ ખાઈને જ્યારે તેઓ પોતાની કારમાં ઘરે પરત આવતા હતા ને તે જ સમયે ઈસ્કોન બ્રિજ પાસે 9 લોકોને પોતાની કારથી ફૂટબોલની જેમ હવામાં ઉછાળીને મોતને ઘાટ ઉતાર્યા. ઘટનાસ્થળે લોકોએ તો નબીરાઓને ઘેરીને પોતાનો રોષ ઠાલવ્યો પણ મિત્રો પોતાનો જીવ બચાવીને ફરાર થઈ ગયા હતા.


તથ્ય સાથે તેના આ મિત્રો ગાડીમાં હતા સવાર 

તથ્ય પટેલ સાથે તેની કારમાં આર્યન પંચાલ, શાન સાગર, ધ્વનિ પંચાલ, શ્રેયા વઘાસિયા અને માલવિકા પટેલ નામના મિત્રો પણ હતાં. આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં.



ઈસ્કોન બ્રિજ પર ગાડી પરથી કાબુ ગુમાવતા લીધા 9 લોકોના જીવ   

તથ્ય જેગ્યુઆર ગાડી ચલાવતો હતો જ્યારે ધ્વનિ તેની બાજુમાં બેઠી હતી. આર્યન, શાન, શ્રેયા અને માલવિકા ગાડીમાં પાછળ બેઠાં હતાં. કાફેથી વોફલ્સ ખાઈને જ્યારે ઘરે જવા માટે પરત ફરી રહ્યા હતા ત્યારે અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા. ગાડી ચલાવતાં ચલાવતાં જ્યારે ઇસ્કોન બ્રિજ પર ચઢ્યા ત્યારે બ્રિજ પર વરસાદના કારણે ફોગિંગવાળું વાતાવરણ હતું. કાર આગળ અચાનક જ લોકોનું ટોળું આવ્યું અને ગાડીની સ્પીડ પર કાબૂ ન રહેતાં તે બ્રિજ પર ઊભેલા તમામ લોકો પર ફરી વળી અને 9 લોકોનાં મોત થયાં. 

તથ્ય સાથે રહેલા મિત્રોની કરાઈ હતી અટકાયત 

અકસ્માત બાદ ગાડી આગળ જઈને ઊભી રહી ગઈ હતી અને આસપાસના લોકો રોષે ભરાયા અને પછી તે નબીરાઓએ પોતાના પરિવારજનોને બોલાયા અને ભીડથી ભાગીને નીકળી ગયા. પરમદિવસે તે લોકોની પણ અટકાયત થઈ હતી. અને પૂછપરછ કરી ઘરે પરત મોકલી દીધા હતા. આ ઘટનામાં એમનો ગુન્હો દેખીતો નથી પરંતુ તે પણ થોડાક અંશે જવાબદાર છે. જ્યારે તથ્ય ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે તે તેને રોકી શકતા હતા. તે ધારતા તો તથ્ય પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવી શકતા હતા. પરંતુ તે પણ ઝડપની મજા લેવામાં વ્યસ્ત હતા. 


થોડા ક્ષણની મજા સજામાં સાબિત થતી હોય છે...  

આ ઘટના ઉપરથી શીખવાનું છે કે આપણી આસપાસ પણ એવા અનેક લોકો હશે, આસપાસ શું આપણા જ પરિવારમાં એવા અનેક લોકો હશે જે સ્પીડમાં ગાડી ચલાવતા હશે. અનેક એવા સભ્યો હશે કે જે હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવતા હશે. ત્યારે તેમને પરિવારના વડીલોએ સલાહ આપવી જોઈએ કે માત્ર અમુક મિનીટની મજા જીંદગીભરની સજા બની જતી હોય છે. ઝડપની મજા મોતની સજા જેવા અનેક બોર્ડ આપણે જોયા હશે પરંતુ જોયા પછી? જેમ અનેક ઘટનાઓને નજરઅંદાજ કરીએ છીએ તેમ તે બોર્ડને પણ નજર અંદાજ કરી આગળ ચાલી નીકળતા હોય છે.  




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે