Ahmedabad : લલિત ખંભાયતાના પ્રવાસ નિબંધો 'રખડે એ મહારાજા' પુસ્તકનું થયું વિમોચન, કાર્યક્રમમાં આ મહાનુભાવોએ આપી હાજરી, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-02-26 16:47:10

પત્રકારત્વમાં એવું માનવામાં આવે છે જેટલું તમે ફરશો, જેટલા વધારે લોકોને મળશો તેમ તેમ તમારા અંદર રહેલી ભાવનાઓ જાગતી રહે છે. ઈમોશન્સ સાથે પત્રકાર જલ્દી કનેક્ટ થઈ શકે છે. ત્યારે જાણીતા પત્રકાર અને લેખક લલિત ખંભાયતાના પ્રવાસ નિબંધોના પુસ્તકનું વિમોચન રવિવાર 25 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદના કોલાબ ખાતે કરવામાં આવ્યું. પુસ્તકનું નામ છે રખડે એ મહારાજા. પુસ્તક વિમોચન કાર્યક્રમના અધ્યક્ષ યુગપ્રવર્તક પત્રકાર અને સફારીના તંત્રી નગેન્દ્ર વિજય હતા, જ્યારે મુખ્ય અતિથિ તરીકે જમાવટ મીડિયાના સ્થાપક દેવાંશી જોશી હાજર રહ્યા હતા. 

પત્રકારના જીવનમાં પ્રવાસ અભિન્ન અંગ ગણાય છે! 

આપણા જીવનમાં પુસ્તકોની ભૂમિકા મહત્વની હોય છે. જો સારી પુસ્તકનો સથવારો મળી જાય તો દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જતો હોય છે. પુસ્તક આપણને ઘણું બધુ નવું નવું શિખવાડતું હોય છે. એક પત્રકાર માટે જેટલું ફરવું જરૂરી હોય છે તેટલું શબ્દ ભંડોળની પણ જરૂર હોય છે.  પ્રવાસએ પત્રકારત્વનું અનિવાર્ય અંગ છે. ત્યારે જાણીતા પત્રકાર-લેખક લલિત ખંભાયતા પ્રવાસ નિબંધોના પુસ્તક 'રખડે એ મહારાજા'નું રવિવારે 25મી ફેબ્રુઆરીના દિવસે વિમોચન થયું હતું. પુસ્તક વિમોચનનું આયોજન સિંધુભવન રોડના સંસ્કૃતિ કેન્દ્ર ગણાતા એવા પુસ્તક-સ્ટેશનરી સ્ટોર કોલાબ ખાતે આ પ્રસંગ યોજાયો હતો.

દેવાંશી જોશીએ પત્રકારત્વમાં પ્રવાસની મહત્તા સમજાવી

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જમાવટ મીડિયાના સ્થાપક દેવાંશી જોશી હાજર રહ્યા હતા. દેવાંશી જોશીએ પત્રકારત્વમાં પ્રવાસની અનિવાર્યતા સમજાવી હતી. દેવાંશી જોશીએ કહ્યું હતું કે પત્રકાર તરીકે પ્રવાસ ન કરીએ તો પ્રજાના પ્રશ્નો સમજી શકતા નથી. પછી આપણને પ્રજાના પ્રહરી કે પ્રતિનિધિ ગણાવાનો હક્ક પણ રહેતો નથી. સાચી સ્થિતિ જાણવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર જવું જ રહ્યું, તેનો કોઈ વિકલ્પ નથી.


પુસ્તક અંગે લેખકે માહિતી આપતા કહ્યું કે.. 

આ કાર્યક્રમનું સંચાલનનું કાર્ય યુવા ગૌરવ વિજેતા કવિ-ગઝલકાર સંચાલક હરદ્વાર ગોસ્વામીએ સંભાળ્યું હતું, જ્યારે નવભારત પ્રકાશન મંદિરના રોનક શાહ અને કુનાલ શાહે મહેમાનો માટે સ્ટોરમાં સુંદર વ્યવસ્થા કરી હતી. પુસ્તકની વાત કરતા લેખક લલિત ખંભાયતાએ જણાવ્યું હતું કે રખડે એ મહારાજામાં કુલ પ્રવાસના 14 પ્રકરણ છે. એમાં જાપાનની વાત પણ છે અને ગુજરાતના છેલ્લા બહારવટિયા રામવાળાની કથા પણ છે. ગિરનારના અજાણ્યા સ્થળો છે, તો હિમાલયના હિંડોળાની પણ વાત છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.