Ahmedabad: ડો.વૈશાલી જોશી આત્મહત્યા કેસમાં આવી મોટી અપડેટ, PI બી.કે. ખાચરના આગોતરા જામીન થયા નામંજૂર, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-14 18:26:18

પ્રેમમાં નિષ્ફળતા મળ્યા બાદ અનેક લોકો પોતાનું જીવન આત્મહત્યા કરી ટૂંકાવી દેતા હોય છે.. ત્યારે થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ પીઆઈ ખાચરે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે. મળતી માહિતી અનુસાર સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીનની અરજીને ફગાવી દેતા ગમે ત્યારે પીઆઈ ખાચરની ધરપકડ થઈ શકે છે.. તેમની પર ધરપકડની તલવાર લટકી છે.. 

Ahmedabad: The police claimed that the PI had committed suicide in an  affair with Khachar | Ahmedabad: 'મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ છે, જે પગલું  ભરું છું, તેના જવાબદાર ખાચર છે'


ડો.વૈશાલી જોશીએ કરી લીધો હતો આપઘાત  

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં થોડા સમય પહેલા ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી લીધી હતી. સ્યુસાઈડ નોટ પણ મળી હતી જેમાં પીઆઈ ખાચરના નામનો ઉલ્લેખ હતો. પીઆઈ ખાચર પહેલેથી પરણિત હતા તેમ છતાંય તેમણે ડો.વૈશાલી જોશીને પ્રેમ જાળમાં ફસાઈ. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારે મહિલા ડોક્ટરને ખબર ન હતી પરંતુ તે બાદ તેને આ વાતની જાણ થઈ. પીઆઈને મળવા માટે તે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા હતા પરંતુ તે મળ્યા નહીં. પીઆઈએ તેમને ઈગ્નોર કર્યા. 

ડૉ. વૈશાલી જોષી આત્મહત્યા મામલે પીઆઇ બી કે ખાચર વિરૂદ્વ ગુનો નોંધાયો |  Gayakwad haveli police lodged complaint against PI B K khachar in Vaishali  joshi suicide case


કોર્ટે ફગાવી દીધી આગોતરા જામીન માટે કરવામાં આવેલી અરજી

ઘટનાના અનેક દિવસો બાદ પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી.. પીઆઈ ખાચર વિરૂદ્ધ ફરિયાદ થઈ અને આ મામલે કાર્યવાહી આગળ થઈ. ત્યારે આ મામલે મોટી અપડેટ સામે આવી છે. પીઆઈ બી.કે.ખાચરે આપઘાત કેસમાં પોતાની ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન  માટે અરજી કરી હતી.. પીઆઈ ખાચરે ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન માટે અરજી કરી હતી કોર્ટમાં પરંતુ કોર્ટે તેમના જામીન અરજીને ફગાવી દીધી છે...       



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે