અમદાવાદ મેટ્રોના મુસાફરો માટે હવે પાર્કિંગની સુવિધા મળશે !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 15:20:15


અમદાવાદીઓ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેવી મેટ્રો સંપૂર્ણ પણે દોડતી થઈ ગઈ છે ત્યારે સૌથી મોટી સમસ્યા હતી કે જે મુસાફરી કરવા આવતા હતાએ લોકો માટે પાર્કિંગની સુવિધા મળી રેહતી નોહતી જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો.જેને લઇ મેટ્રો ટ્રેનના અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. જેમાં મેટ્રો સ્ટેશનની આસપાસ આવેલા પે એન્ડ પાર્ક અથવા પાર્કિગ સ્થળમાં નાગરિકો પાર્કિંગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


આજે મેટ્રો રૂટ પર 18 પાર્કિંગ સ્થળોએ મેટ્રોના પાર્કિંગ જાહેર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 18 પાર્કિંગ સ્થળ જાહેર કરવામાં આવ્યા છે તેમાં કેટલાક એવા સ્થળ છે જે મેટ્રો રૂટથી 500 મીટર દૂર છે જેના કારણે લોકો વાહન પાર્કિંગ કરવાનું મોંઘું પડે તેમ છે.


કેટલા સ્થળોએ હાલ પાર્કિંગ ફ્રી ?


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી માં જાહેર થયું કે  થલતેજથી વસ્ત્રાલ સુધીના મેટ્રો રૂટમાં નજીકમાં આવેલા 18 જેટલા પે એન્ડ પાર્ક અથવા પાર્કિગ પ્લોટ જેમાં આગામી દિવસોમાં ટેન્ડર બહાર પાડી અને કોન્ટ્રાક્ટ આપવાનો છે તે પાર્કિંગ સ્થળ જાહેર કરવામાં આવ્યા છે. 18 જેટલા પાર્કિંગ સ્થળ જે જાહેર કરવામાં આવ્યા છે તેમાં 13 જેટલા પાર્કિંગ સ્થળ પે એન્ડ પાર્ક છે જ્યારે પાંચ જેટલા સ્થળોએ આગામી દિવસોમાં પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે. ત્યાં સુધી લોકો ફ્રીમાં એવી જગ્યાએ પાર્ક કરી શકશે. જોકે, કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા કેટલાક પાર્કિંગના સ્થળ છે તે થોડા દૂર છે જેના કારણે મુસાફરોને વાહન પાર્ક કરી સ્ટેશન સુધી ચાલવું પડે તેમ છે.



કયા કયા પાર્કિંગ કરી શકાશે વાહનો ? 


ગુજરાત કોલેજ રેલવે ઓવરબ્રિજ નીચે (બંને તરફ)

રિલીફ રોડ મકરંદ દેસાઈ પાર્કિગ

લાલ દરવાજા GPO ઓફિસ પાસે

હેલ્મેટ સર્કલ (હાલમાં ફ્રી પાર્કિગ)

કાલુપુર કબૂતર ખાના પાસે

કાલુપુર ચોખા બજાર પાસે

વસ્ત્રાલ રતનપુરા ગામ પાસે (હાલમાં ફ્રી પાર્કિગ)

વસ્ત્રાલ અર્પણ સ્કૂલ પાસે (હાલમાં ફ્રી પાર્કિગ)

વસ્ત્રાલ માધવ સ્કૂલ પાસે (હાલમાં ફ્રી પાર્કિગ)

ગુજરાત વિદ્યાપીઠથી ઇન્કમટેક્સ રોડ

ઇન્કમટેક્સથી સેલ્સ ઇન્ડિયા

શાહપુર મહેશ્વરી મિલ પ્લોટ

સ્ટેડિયમ સર્કલથી પંચવટી

નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિગ

ગુરુદ્વારાથી પકવાન ચાર રસ્તા

મીઠાખળીથી માઉન્ટ કારમેલ સ્કૂલ

અખબારનગર અખદાનંદ સોસાયટી પાસે (હાલમાં ફ્રી પાર્કિગ)



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે