Ahmedabad : કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત....


  • Published By :
  • Published Date : 2024-04-06 17:04:52

પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ શરૂ થયેલો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અમદાવાદ પહોંચ્યા હતા અને તેમની અટકાયત કરી લેવામાં આવી છે.... એવી પણ માહિતી સામે આવી છે કે ગુજરાતના કરણી સેના અધ્યક્ષ વીરભદ્ર જાડેજાની પણ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે... 

મહિપાલસિંહ મકરાણાની પોલીસે કરી અટકાયત! 

ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે જૌહર કરવાની વાત ક્ષત્રાણીઓ દ્વારા કરવામાં આવી. રાજકોટ ખાતે આજે બેઠક થવાની હતી. આ દરમિયાન કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત આવ્યા છે. મળતી માહિતી અનુસાર જૌહરની ચિમકી ઉચ્ચારનાર મહિલાઓને મળવા માટે તે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી લીધા છે. ઉપરાંત તેમણે પરષોત્તમ રૂપાલા તેમજ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.  


ભાજપ પર કર્યા પ્રહાર!

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાત આવ્યા છે, ક્ષત્રિય સમાજની મહિલાઓને મળે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે. મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરી લેવામાં આવી છે... મહિપાલસિંહ મકરાણાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલા પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે રાજપૂત, દલિત તમામ મહિલાઓની ઈજ્જત સરખી છે. આજે એવો દિવસ આવ્યો કે ક્ષત્રિયાણીઓને જૌહર કરવું પડી રહ્યું છે. જો મારી બહેન જોહર કરવાનું કહેશે તો અમે આગળ આવીશું. અમે જઈશું અને તમામ મહિલાઓને મનાવીશું. એવી માહિતી સામે આવી છે કે આવનાર દિવસોમાં પ્રચારની શરૂઆત કરવામાં આવશે, પોસ્ટરો છાપવામાં આવશે જેમાં અનેક સૂત્રો લખવામાં આવશે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે