Ahmedabad : હવે તો હદ થઈ..! ઢોંસાના સંભારમાંથી નિકળ્યો ઉંદર! બહારની વસ્તુ ખાતા પહેલા ચેતી જજો!


  • Published By :
  • Published Date : 2024-06-20 17:14:34

બહારનું ખાવાની આપણને આદત હોય છે. ઘર કરતા બહારની વસ્તુ વધારે ટેસ્ટી લાગે છે. ખાણી પીણીની વસ્તુમાંથી જીવાત નીકળવી જાણે એકદમ સામાન્ય વાત બની ગઈ હોય તેવું લાગે છે. રોજે કોઈને કોઈ આવા કિસ્સા સામે આવી રહ્યા છે.. ભાવનગરથી એક ઘટના સામે આવી હતી જેમાં બાલાજીની વેફરમાંથી દેડકો નિકળ્યો હતો, સૂપમાંથી ગરોડી નિકળી હતી ત્યારે આજે સંભારમાંથી ઉંદર નિકળ્યો છે...! આ ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારની છે. સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  

A baby  rat was found in the Sambhar of Devi Hotel in Ahmedabad ઢોંસાની લિજજત માણતા પહેલા સાવધાન, ગુજરાતની આ હોટેલમાંના સાંભરમાંથી નીકળ્યું ઉંદરનું બચ્ચું

સંભારમાંથી નિકળ્યો ઉંદર! 

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં ગયેલા ગ્રાહકને ખરાબ અનુભવ થયો છે. ઢોસા ખાવા માટે ગ્રાહક જમવા ગયા, ઓર્ડર મંગાવ્યો, ખાવાનું આવ્યું. ઢોંસાના સંભારમાંથી મૃત ઉંદર નીકળ્યો છે. ગ્રાહક દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાની જાણ કરવા માટે ગ્રાહકે ફરિયાદ પણ કરી પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તેવી માહિતી સામે આવી છે. 


બાલાજીની વેફરમાંથી નિકળ્યો હતો દેડકો

આ પહેલી ઘટના નથી જ્યારે ખાવાની વસ્તુમાંથી આવી જીવાત નિકળી હોય. ગઈકાલે જ જામનગરથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો નિકળ્યો હતો. તે સિવાય પણ થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં સૂપમાંથી ગરોડી નીકળી હતી. આવી ઘટનાઓ પ્રતિદિન જોવી જાણે સામાન્ય બની ગઈ છે.. આવી અનેક ઘટનાઓ આપણી સામે આવે છે પરંતુ ફૂડ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી.. ફૂડ વિભાગ જાણે ઉંઘમાં હોય તેવું લાગે છે. 




બાળકોને વારસામાં આપણે બિમારીઓ આપી રહ્યા છીએ..!

મહત્વનું છે કે આપણે અનેક વખત બહારનું ખાતા હોઈએ છીએ.. ઘર કરતા આપણને બહારનું ખાવાનું વધારે પસંદ છે.. બહાર ખાતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે કેવી રીતે તે જમવાનું બને છે. કઈ જગ્યા પર તે બને છે, ત્યાં સાફ સફાઈ રાખવામાં આવે છે કે નહીં તે આપણે જાણતા નથી. બહાર ખાવાના ચસકા આપણને બિમારી તરફ લઈ જઈ રહ્યા છે તેવું કહીએ તો પણ  અતિશયોક્તિ નથી. આપણે આપણા બાળકોને વારસામાં પૈસા, મિલકત, સોના ચાંદી જેવી વસ્તુઓ આપીએ છીએ પરંતુ આપણે તેમને સારૂં સ્વાસ્થ્ય પ્રદાન નથી કરતા. વારસામાં આપણે તેમને બિમારીઓ આપી રહ્યા છીએ જાણતા અજાણતા..  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.