અમદાવાદ પોલીસે મહેકાવી માનવતા! વાહનચાલકને CPR આપી બચાવ્યો જીવ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-07 11:08:56

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ આપણી સામે અનેક વખત આવી રહ્યા છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. જો માણસને સમયસર ટ્રીટમેન્ટ મળી રહે તો તેનો જીવ બચી શકે છે. ત્યારે અમદાવાદ પોલીસે એક માણસનો જીવ બચાવ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના કાલુપુર સર્કલ નજીક એક એક્ટિવા ચાલકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. આ ઘટનાની જાણ સર્કલ પાસે હાજર પોલીસ કર્મીને થઈ અને પોલીસકર્મીએ સીપીઆર આપી એક્ટિવા ચાલકનો જીવ બચાવી લીધો હતો.

  

CPR આપી પોલીસે બચાવ્યો એક્ટિવા ચાલકનો જીવ!

કોરોના વાયરસની મહામારી બાદ હૃદય હુમલાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. ગઈકાલે જ જામનગરના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે થયું હતું. ત્યારે અમદાવાદમાં પણ એક વ્યક્તિને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. આ ઘટના છે અમદાવાદ શહેરની છે. કાલુપુર સર્કલ નજીક એક એક્ટિવા ચાલકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આથી એક્ટિવા ચાલક પોલીસ ચોકી નજીક આવી પોલીસને જાણ કરી હતી. આ સમયે કાલુપુર સર્કલ પર હાજર પોલીસે CPR આપી એક્ટિવા ચાલકનો જીવ બચાવી લીધો. આ વીડિયો અમદાવાદ પોલીસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે. 


સારવાર માટે એક્ટિવા ચાલકને મોકલાયા હોસ્પિટલ!

પોલીસ કર્મીએ CPR આપી વાહનચાલકનો જીવ બચાવી લીધો. 108ની ટીમને જાણ કરવામાં આવી હતી અને સારવાર માટે એક્ટિવા ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અનેક વખત લોકો માટે દેવદૂત સાબિત થતી હોય છે. પોલીસ પણ કરવામાં આવતા અનેક કાર્યો માનવતા મહેકાવતા હોય છે. એક બે દિવસ પહેલા સુરત પોલીસની પ્રશંસનિય કામગીરી સામે આવી હતી. જેમાં નાની બાળકની સાર સંભાળ પોલીસ લઈ રહી છે. આવા અનેક પ્રસંગો છે જ્યારે પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે