Ahmedabad : Social Media Platform પર યુઝરે પૂછ્યો પ્રશ્ન, વાંચો કયા મુદ્દાને લઈ પૂછ્યો પ્રશ્ન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-25 11:15:52

અનેક વખત એવા સમાચાર સાંભળ્યા હશે કે વિદેશની ધરતી પર  હિન્દુ મંદિરોની દિવાલ પર ખરાબ વાક્યો લખવામાં આવ્યા હોય. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવે છે. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર chiragkapuriya નામના યુઝર્સે એક પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે ઈસરોની સામે શિવાનંદ આશ્રમની બાજુમાં જતા રોડ પર મહિનાઓથી સ્પે કલરથી કોઈ ચિતરી રહ્યું છે.

chiragkapuriya નામના યુઝરે શેર કરી પોસ્ટ 

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી અનેક વખત સમસ્યાનું સમાધાન થઈ જતું હોય છે. અનેક નેતાઓ, પદાધિકારીઓ એવા છે જે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે. જો તેમને ટેગ કરવામાં આવે તો તે વસ્તુની નોંધ પણ લેતા હોય છે અને બને તેટલી મદદ પણ કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર  chiragkapuriya નામના યુઝરે એક પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે ઈસરો ની સામે શિવાનંદ આશ્રમની બાજુમાં જતાં રોડ પર દીવાલો પર અશ્લીલ ભાષામાં ગાળો, મનુષ્યો ના ગુપ્તાંગો ના ચિત્રો, અપશબ્દો સ્પ્રે કલર થી મહિનાઓ થી કોઈ ચીતરી રહ્યું છે. વાંચતા એવું લાગે કે કોઈ ઇલાઈટ અંગ્રેજી માધ્યમ શાળા ના teenage વિદ્યાર્થીઓનું કારસ્તાન હોઇ શકે. કોને ટેગ કરવા?


અલગ અલગ લોકોએ આપી પ્રતિક્રિયા 

મહત્વનું છે કે આ પોસ્ટ પર અલગ અલગ લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે. જે વ્યક્તિએ આ પોસ્ટ કરી છે તેમણે એક ફોટો શેર કર્યો છે જેમાં તેમણે મેપ મૂક્યો છે જ્યાંની દીવાલો પર સ્પ્રેથી લખવામાં આવ્યું છે. કોઈએ લખ્યું કે By tagging or Complaining someone will never work here I guess, એની જગ્યા એ આપણા જેવા લોકો ભેગા થઈ તેના ઉપર જ કોઈ સુવિચાર કે સમાજ ને અને એવા છોકરા ઓ ને inspiring msg આપે એવુ ચિત્ર દોરી એ તો? તો કોઈએ લખ્યું કે એ તો અમદાવાદએએમસીને જ ટેગ કરવાનાં હોય ને બીજા કોણ કરે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.