RTO કચેરીઓમાં ભ્રષ્ટાચારને ડામવા સરકારે લીધો આ મોટો નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-04-24 20:33:57

ગુજરાત સરકારના લાખ પ્રયાસો છતાં RTO કચેરીઓ ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. જો કે હવે આ ભ્રષ્ટાચાર લગામ લાવવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. RTOના કામમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે અમદાવાદ RTOમાં ભ્રષ્ટાચારને ડામવા અને આજથી બોડી વોર્ન કેમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદના 3 RTOને 25થી વધુ બોડી વોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવી છે. આજથી RTOના ઈન્સ્પકેટરે આઠ કલાક સુધી બોડી વોર્ન કેમેરા લગાવીને રાખવા પડશે. આ કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ કામગીરી પર સીધી નજર રાખશે.


ગુજરાતમાં 350થી કેમેરા ફાળવાયા


સુત્રો પાસેથી મળતી વિગત મુજબ,અમદાવાદના ત્રણ RTOમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 25થી વધુ બોડી વોર્ન કેમેરાની ફાળવળી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં 350થી વધુ કેમેરા ફાળવવામાં આવ્યા છે. RTO કચેરીમાં ફરજ બજાવતા વિવિધ ઈન્સ્પેક્ટરોને આ બોડી વોર્ન કેમેરા ફરજ દરમિયાન 8 કલાક લગાવવાના રહેશે. ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક, ડી.એ., ચેકિંગ અને વાહન ફિટનેસમાં ફરજ બજાવતા તમામ RTO ઈન્સ્પેક્ટર્સને આજથી ફરજિયાન બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવાનો રહેશે.


આ બોડી વોર્ન કેમેરાની વિશેષતા શું છે?


આ  બોડી વોર્ન કેમેરા કેમેરાથી 180 ડિગ્રી એંગલથી વીડિયો રેકોર્ડિંગ થશે. આ કેમેરામાં કર્મચારીનો વીડિયો અને ઓડિયો રેકોર્ડ થશે. RTO ઈન્સ્પેકટરએ ફરજ બાદ કેમેરાને ઓફિસમાં જમા કરવાનો રહેશે. કચેરીના કર્મચારીએ 64 જી.બી.ના મેમરી કાર્ડમાંથી ડેટા વિભાગના સર્વરમાં કરીને ડેટા વગરનો કેમેરો તૈયાર રાખવો પડશે. આ કેમેરાની અંદાજિત કિંમત રૂપિયા 25 હજાર જેટલી છે. જેમાં જી.પી.એસ. અને જી.પી.આર.એસ. દ્વારા કંટ્રોલ રૂમ સાથે લિંક કરી શકાય છે. જેથી કેમેરાનું રેકોર્ડિંગ અધિકારીઓ કોઈ પણ સમયે ઓનલાઈન જોઈ શકશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે