ગુજરાત હવે કરાટેમાં પણ પાછળ નથી , હની મેહતા અને મિવાન મેહતા દ્વારા મેડલ જીતવામાં આવ્યા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-03 13:49:18

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે. 

આપણું ગુજરાત હવે જાણે કોઈ પણ ક્ષેત્રમાં પાછળ ના રહ્યું હોય તેવું લાગી રહ્યું છે . કેમ કે , હની મેહતા અને મિવાન મેહતા દ્વારા ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટનું આયોજન ગોવા ખાતે 15 થી 17 ઓગસ્ટ દરમ્યાન SSKAI ( SHITO RYU SPORTS KARATE ASSOCIATION OF INDIA )દ્વારા કરવામા આવ્યું હતું. જેમાં નેપાળ , ભૂતાન અને શ્રીલંકાથી પણ બાળકો ભાગ લેવા આવ્યા હતા. આ સ્પર્ધામાં હની મેહતા દ્વારા સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીતવામાં આવ્યા છે અને મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે. કોચ રવિ રાજપૂતના કોચિંગ હેઠળ એમણે આ મેડલ જીત્યા છે. 






રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .