બાળકના જીવનમાં માતા પિતા બાદ સૌથી મોટું વ્યક્તિ હોય તો તે શિક્ષક છે.. આપણે ત્યાં શિક્ષકને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.. શિક્ષકો બાળકને પોતાના સંતાનો જેવો પ્રેમ કરતા હોય છે પરંતુ અનેક શિક્ષકો એવા હોય છે જેમનામાં હેવાનિયત ભરેલી હોય છે.. વિદ્યાર્થી પર હાથ ઉઠાવતા પહેલા બિલકુલ વિચાર પણ નથી કરતા.. ત્યારે સોશિયલ મીડિયા પર એક શાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં શિક્ષક એક વિદ્યાર્થીને જબરદસ્ત મારે છે... એક સાથે અનેક લાફા ઝીંકી દે છે...

શાળાના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ઢોર માર!
મળતી માહિતી અનુસાર જે શાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો અમદાવાદના પૂર્વ વિસ્તારની માધવ પબ્લિક સ્કૂલનો છે.. એક શિક્ષક બાળકને ઢોર માર મારી રહ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.. વીડિયો વાયરલ થયા બાદ ડીઈઓએ આ વિષયની નોંધ લીધી છે અને ખુલાસો માગ્યો છે.. એવી માહિતી સામે આવી છે કે સ્કૂલે શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે. આ વીડિયોની નોંધ શિક્ષણ મંત્રીએ પણ લીધી છે અને પરિપત્ર જાહેર કર્યો છે.. શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરી છે..
આવા શિક્ષકો વિશે તમારૂં શું માનવું છે!
એવી માહિતી પણ સામે આવી છે કે આવી ઘટનાઓ ના બને તે માટે ચોક્કસ પગલા લેવા માટે કહેવામાં આવ્યું છે.. ડીઈઓએ શાળાની મુલાકાત પણ લીધી છે.. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ ઘર પછી સૌથી વધારે સમય શાળામાં રહેતા હોય છે.. ત્યારું આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો....






.jpg)








