Ahmedabad : ઉત્તરાયણને લઈ રાજ્ય સરકારે શરૂ કર્યું કરૂણા અભિયાન, ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અર્થે જાહેર કરાયો હેલ્પલાઈન નંબર


  • Published By :
  • Published Date : 2024-01-13 15:22:34

આવતી કાલે ઉત્તરાયણનો તહેવાર છે. પતંગ રસિયાઓમાં ઉત્તરાયણને લઈ અલગ ઉત્સાહ હોય છે. એક તરફ પતંગ રસિયા પતંગ ઉડાવવામાં મશગુલ હોય છે તો અનેક વખત પતંગની દોરીથી અનેક પક્ષીના જીવ જોખમમાં મૂકાય છે. પક્ષીઓના જીવ તો જોખમમાં મૂકાય છે સાથે સાથે અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂકાય છે. ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે ત્યારે અનેક પક્ષી બચાવવો અભિયાન પણ શરૂ કરવામાં આવતા હોય છે. પક્ષીઓને સારવાર આપવામાં આવતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ પૂર્વે કરૂણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત લીધી છે.

 

Injured birds will be treated and rescued at Uttarayan in Savarkundla |  સાવરકુંડલામાં ઉત્તરાયણ પર ઘાયલ પક્ષીઓની સારવાર કરી બચાવાશે - Divya Bhaskar


પક્ષીઓને સારવાર મળે તે માટે જાહેર કરાયો નંબર  

પતંગની દોરીને કારણે અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન અનેક પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવતા હોય છે. કેન્દ્રોમાં ઈજાગ્રસ્ત પક્ષીની સારવાર કરવામાં આવતી હોય છે. ત્યારે ઉત્તરાયણ પહેલા રાજ્ય સરકારે કરૂણા અભિયાનની શરૂઆત કરી છે. સીએમઓ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે જે મુજબ ઉત્તરાયણના પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે 8320002000 વોટ્સએપ નંબર પર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મેળવી શકાશે. વનવિભાગના હેલ્પ લાઇન નંબર 1926 અને પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે.

વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની સીએમએ લીધી મુલાકાત   

ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓને બચાવા તેમજ પક્ષીઓને બચાવવા તેમજ તેમની સારવારના ઉદ્દેશ્ય સાથે 20 જાન્યુઆરી સુધી આ રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવશે.  અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં 900થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધુ વેટરનિટી તબીબો તેમજ 7700થી વધુ સેવાભાવી સ્વયંસેવકો જીવદયા માટે કાર્યરત છે. ત્યારે મહત્વનું છે કે આપણા તહેવારને કારણે કોઈના જીવ જોખમમાં ના મૂકાય તેનું ધ્યાન રાખવું જોઈશે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે