Ahmedabad: સેટેલાઈટ વિસ્તારમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ, આ કારણોસર ઘરઘાટીએ માલિકના ઘરે કરી ચોરી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-09 12:14:55

આપણે ત્યાં માતા માટે ઘણું લખાયું છે પરંતુ પિતા માટે નથી તો લખાયું અને નથી તો બોલાતું... માતા કહીને પ્રેમ વ્યક્ત કરે છે જ્યારે પિતા મૌન રહીને પ્રેમ વ્યક્ત કરે છે. બાળકોના ભવિષ્ય માટે પિતા કોઈ પણ હદે જઈ શકે છે તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે! વાત એમ હતી કે પોતાની દીકરીના અભ્યાસ માટે પિતા ચોરી કરી રહ્યા હતા. થોડા સમય પહેલા સેટેલાઈટ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. આ ચોરીને લઈ તપાસ ચાલી રહી હતી. ત્યારે ચોરી કરનાર પિતાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પશ્ચિમ બંગાળથી તેની ધરપકડ કરવામાં આવી છે.    


સેટેલાઈટ વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો!

સંતાન માટે માતા પિતા અનેક સપના જોતા હોય છે. મોટા થઈને તેમનું સંતાન પ્રગતિ કરે તેવી તેમની ઈચ્છા હોય છે. પરંતુ અનેક વખત આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ નથી કરી શક્તા. અનેક વખત અભ્યાસ માટે લોન પણ લીધી હોય છે. લોનની ભરપાઈ કરવા માટે અનેક લોકો ચોરી કરતા હોય છે. ત્યારે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક બંગ્લામાંથી એક કરોડ રૂપિયાની ચોરી થઈ હતી તેના ચોરને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. પોલીસના હાથે પકડાઈ ના જાય તે માટે આરોપીએ બનાવટી આધારકાર્ડ બનાવીને આપ્યું હતું. 



પશ્ચિમ બંગાળથી ચોરની થઈ ધરપકડ!

જે ચોરીનો ઉલ્લેખ અહીંયા થઈ રહ્યો છે તે થોડા સમય પહેલા બની હતી. સેટેલાઈટ વિસ્તારમાં ઘરઘાટી તરીકે કામ કરતા રાજા ઉર્ફે મોન્ટુ ચૌધરીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. ઘરઘાટીએ ડિજિટલ તિજોરીમાંથી રોકડ, સોના ચાંદીના દાગીના સહિત આશરે એક કરોડોના મુદ્દામાલ જેટલાની ચોરી કરી હતી. સુમધુર સોસાયટીમાં વેપારીના ઘરે ઘરઘાટી તરીકે નોકરી કરતા હતા. ચોરી કરીને ફરાર થઈ ગયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો છે ઉપરાંત 6.70 લાખના દાગીના કબજે કરી લીધા છે. 



દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતની આપણી ભાષા છે.. પરંતુ અનેક લોકો ગુજરાતમાં જ એવા હશે જેમને ગુજરાતી બોલતા નહીં આવડતી હોય. અને જો થોડી થોડી આવડતી હોય છે તો પણ બરાબર બોલતા નથી આવડતું.