અમદાવાદ ટ્રાફિક પોલીસકર્મીઓએ તાત્કાલિક CPR આપી વ્યક્તિને જીવતદાન બક્ષ્યું, છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકને હોસ્પિટલમાં ખસેડ્યો


  • Published By :
  • Published Date : 2023-09-08 18:19:05

સિક્કાની જેમ ગુજરાત પોલીસની પણ સારી અને ખરાબ એમ બે બાજુ છે, રાજ્યના પોલીસકર્મીઓ ઘણી વખત એટલું સરસ કામ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે લોકોની વાહવાહી મેળવે છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે વધુ એક વ્યક્તિનો જીવ બચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રથી અમદાવાદ આવેલા પરિવારના એક વ્યક્તિને ટેક્સીમાં મુસાફરી દરમિયાન જ છાતીમાં દુઃખાવો ઉપડતાં તેને ટ્રાફિક પોલીસના જવાનોએ તાત્કાલિક CPR આપ્યો હતો. ત્યારબાદ 108ની મદદથી આ વ્યક્તિને યુ.એન. મહેતા હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે મોકલી આપ્યો હતો. હોસ્પિટલમાં દર્દીને અડધી કલાક જેટલા સમયની સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. ટ્રાફિક પોલીસની મદદથી એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો. આ વ્યક્તિ મહારાષ્ટ્રથી અમદાવાદ પરિવાર સાથે આવ્યો હતો. આમ અમદાવાદ ટ્રાફિક પોલીસના કર્મીઓ તે પરિવાર માટે દેવદુત સાબિત થયા હતા.


શું હતી સમગ્ર ઘટના?


મહારાષ્ટ્રથી એક દંપતી તેમના નાના બાળક સાથે અમદાવાદ આવ્યું હતું. એરપોર્ટ પાસેની એક હોટેલમાં રોકાયું હતું. તેઓ હોટેલથી કોઈ કામ અર્થે બહાર જવા માટે એક ખાનગી ટેક્સીમાં બેઠા હતાં અને કાલુપુર રેલવે સ્ટેશન તરફના રોડ પરથી પસાર થતાં હતાં. આ દરમિયાન પુરૂષને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. મહિલાએ તેના પતિને દુઃખાવો થતો હોવાની જાણ કરતાં જ ટેક્સી ચાલકે ટ્રાફિક પૂર્વ ડીસીપીની ઓફિસની સામે સવારી રોકી દીધી હતી. આ દરમિયાન જે વ્યક્તિને દુઃખાવો થતો હતો તે ટેક્સીમાંથી બહાર નીકળતી વેળાએ ઢળી પડ્યા હતાં. તેને જોઈને પત્ની અને બાળક ગભરાઈ ગયા હતાં. આ દરમિયાન તાલીમ કંપનીના ADI નરેન્દ્રભાઈ, રિઝવાન ભાઈ, જશવંતભાઈ, નરેશભાઈ, અજીતભાઈ, તરુણભાઈ, રાખીબેન અને હર્ષાબેન ટ્રાફિક ડીસીપી પૂર્વની કચેરીએ જન્માષ્ટમીના બંદોબસ્ત માટે ફરજ પર હાજર હતા. આ દ્રશ્ય જોયું તો ટ્રાફિક પોલીસના જવાનો ત્યાં દોડી ગયા હતાં અને બેભાન થયેલ નાગરિકને ADI નરેન્દ્રભાઇ અને રિઝવાન ભાઈ તેમજ TRB મદારસિંહ એ CPR આપ્યું હતું. ત્યાર બાદ વ્યક્તિની શ્વાસો શ્વાસની ક્રિયા શરૂ થઈ ગઈ હતી. તેમણે 108 બોલાવી તાત્કાલિક હોસ્પિટલ મોકલ્યા હતા. 


સમયસર સારવાર મળતા જીવ બચ્યો


CPR દ્વારા અસ્વસ્થ વ્યક્તિની શ્વાસોશ્વાસની ક્રિયાને પરત લાવવામાં આવી હતી. તે દરમિયાન 108 ગાડીને જાણ કરીને બોલાવવામાં આવી હતી. તે ગાડી આવતા તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ વ્યક્તિને યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં હોસ્પિટલમાં આ વ્યક્તિની અડધી કલાકની સારવાર બાદ રજા આપી દેવાઈ હતી. આ વ્યક્તિને ભાન આવ્યું ત્યારે તેની પત્નીને રાહત થઈ હતી. આ પરિવારે અમદાવાદ પોલીસનો આભાર માન્યો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે