અમદાવાદ યુનિવર્સિટીની ઉઘાડી લૂંટ, B.COM.ની 16 લાખ ફી, NSUIનો ઉગ્ર વિરોધ


  • Published By :
  • Published Date : 2023-06-06 19:07:42

રાજ્ય સરકારની શિક્ષણમાં ખાનગીકરણની નીતિને કારણે પ્રાઈવેટ શિક્ષણ સંસ્થાઓને વિદ્યાર્થીઓને લુંટવાનો પરવાનો મળી ગયો છે. રાજ્યની લગભગ તમામ ખાનગી યુનિવર્સિટીઓ ફિના નામે રીતસર ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. અમદાવાદ યુનિવર્સિટી દ્વારા બીકોમ (બેચલર ઓફ કોમર્સ)ના અભ્યાસ માટે 16 લાખ રૂપિયા ફી વસૂલવામાં આવી રહી છે. અમદાવાદ યુનિવર્સિટીની આ  મોંઘીદાટ ફીનો  NSUIના કાર્યકરોએ જોરદાર વિરોધ કર્યો હતો.


NSUIના કાર્યકરોનો જોરદાર વિરોધ


અમદાવાદ યુનિવર્સિટી દ્વારા બીકોમ(બેચલર ઓફ કોમર્સ)ના અભ્યાસ માટે 16 લાખ રૂપિયા ફી વસૂલવામાં આવી રહી છે, ત્યારે NSUI દ્વારા આજે અમદાવાદ યુનિવર્સિટી પર જઈને વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીનો ગેટ બંધ હોવાથી NSUIના કાર્યકરો ગેટ કૂદીને અમદાવાદ યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા. અમદાવાદ યુનિવર્સિટીમાં રામધૂન બોલાવી હતી અને નારા લગાવ્યા હતા. અમદાવાદ યુનિવર્સિટી વિવિધ કોર્સ દ્વારા લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે એ બદલ NSUI દ્વારા રેલી કાઢી હતી. સેપ્ટ યુનિવર્સિટીના ગેટથી અમદાવાદ યુનિવર્સિટીની એડમિન ઓફિસ સુધી ચાલતાં ચાલતાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. ખાનગીકરણના વિરોધી અને અમદાવાદ યુનિવર્સિટી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. હાથમાં બેનર સાથે રેલી અમદાવાદ યુનિવર્સિટીના ગેટ સુધી પહોંચી હતી.


યુનિની ફી નિયંત્રણ કરવા FRCની માગ


NSUIએ ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યો કે ભાજપના રાજમાં ખાનગી યુનિવર્સિટીઓ શરૂ થઈ છે. જે લાખો રૂપિયા ફી વસૂલી રહી છે. એ પ્રમાણે સ્કૂલોમાં ફી નિયમન માટે FRC છે, એ પ્રમાણે યુનિવર્સિટીની ફી નિયંત્રણ કરવા FRC હોવી જરૂરી છે. સામાન્ય કોર્સની પણ અમદાવાદ યુનિવર્સિટી લાખો રૂપિયા ફી વસૂલે છે, એનો અમે વિરોધ કરીએ છીએ અને ફી ઘટાડો કરવા અમદાવાદ યુનિવર્સિટીનો ઘેરાવો કર્યો છે. NSUIના કાર્યકરો અમદાવાદ યુનિવર્સિટીને 16 લાખની ફી માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને ફી ઘટાડવા જણાવ્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે